ન્યૂઝ18 ગુજરાતી: બુધવારે મોડીરાતે લૂંટારું ટોળકીએ જમ્મુ-દિલ્હી દુરન્તો એક્સપ્રેસને નિશાન બનાવી હતી. હથિયારધારી આ ગેંગ ટ્રેનના બે એસી કોચમાં પ્રવેશી હતી અને ચાકુની અણીએ પેસેન્જર્સના મોબાઇલ ફોન, રોક્ડ અને કિંમતી વસ્તુઓ લૂંટી લીધી હતી.
જમ્મુ-દિલ્હી દુરન્તો એક્સપ્રેસ રાતના લગભગ સાડા ત્રણ કલાકે દિલ્હીના બદલી પાસે પહોંચી હતી. આ સમયે મોટાભાગના પેસેન્જર્સ સૂઇ રહ્યાં હતાં, ત્યારે અચાનક જ એક હથિયારધારી ગેંગ ટ્રેનના બે એસી કોચમાં પ્રવેશી હતી. આ ગેંગમાં લગભગ 7થી 10 લોકો હતા. તેમણે બન્ને ડબ્બા બાનમાં લઇ ચાકુની અણીએ લૂંટ શરૂ કરી હતી.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં એક પેસેન્જરે રેલવેની વેબસાઇટ પર ઓનલાઇન ફરિયાદ કરી હતી. પેસેન્જરે ફરિયાદ કરતાં લખ્યું કે, અચાનક જ ટ્રેનના એસી કોચ B3 અને B7માં 7થી 10 લૂંટારુંઓની ગેંગ પ્રવેશી હતી. તેમના હાથમાં ધારદાર ચાકુ હતા. લૂંટારુંઓ પેસેન્જર્સમાં ગળે ચાકુ મૂકી કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. તેમણે ટ્રેનના ડબ્બામાં 10થી 15 મિનિટ સુધી લૂંટ કરી હતી.
જ્યારે નોર્થ રેલવેએ જણાવ્યું હતું કે, રેલવે પોલીસ દ્વારા આ કેસની તપાસ કરાઇ રહી છે. આ લૂંટારું ટોળકી સામે પગલા લેવાશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર