સામે આવી રહ્યા છે લોન્ગ કોવિડના કેસ, કોરોનાથી સાજા થયા બાદ પણ 5-6 મહિના સુધી જોવા મળે છે લક્ષણો

પ્રતીકાત્મક તસવીર

કોવિડના જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય તેમનામાં લોન્ગ કોવિડ જોવા મળી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી. દેશમાં કોરોના (Coronavirus)નું સંક્રમણ વધી રહ્યું છે. કેટલાક દર્દીઓમાં સાજા થયા બાદ પણ 5-6 મહિના સુધી કોરોનાના લક્ષણ (Covid Symptoms) જોવા મળી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. મેડિકલ ટર્મમાં આ પરિસ્થિતિને લોન્ગ કોવિડ (Long Covid) નામ આપવામાં આવ્યું છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન- (AIIMS)ના કોવિડ એક્સપર્ટ ડૉ. નીરજ નિશ્ચલે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ પરિસ્થિતિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ દર્દીઓમાં સાજા થયા બાદ 5-6 મહિના સુધી લક્ષણો જોવા મળે છે. જે દર્દીઓમાં કોરોનાના સંક્રમણની ગંભીર અસર જોવા મળી છે અને જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી, તે દર્દીઓમાં લોન્ગ કોવિડ જોવા મળ્યો છે.

ડૉ. નીરજ નિશ્ચલે વધુમાં જણાવ્યું કે દેશ-વિદેશમાં 20 ટકા દર્દીઓ લોન્ગ કોવિડથી પીડાઈ રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓની સાથે સાથે જે દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા, તે દર્દીઓમાં લોન્ગ કોવિડની સમસ્યા જોવા મળી રહી છે. કોરોનાથી સાજા થયા બાદ પણ તે દર્દીઓમાં પાંચ સપ્તાહથી વધુ સમય થયો હોવા છતા થાક લાગવાની સમસ્યા જોવા મળે છે.

આ પણ વાંચો, બાળકોને કોરોના વાયરસથી કેવી રીતે બચાવવા? જાણો સંપૂર્ણ ગાઇડલાઇન

સાજા થયા બાદ પણ દર્દીઓમાં જોવા મળ્યા લક્ષણો

એક મીડિયા રિપોર્ટ અનુસાર ડૉ. નીરજ નિશ્ચલે જણાવ્યું કે લોન્ગ કોવિડ મુદ્દા પર વિદેશમાં સ્ટડી કરવામાં આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોનામાંથી સાજા થયા બાદ પણ લોકોમાં સૌથી વધુ થાક લાગવાની સમસ્યા જોવા મળી. સ્ટડી અનુસાર 11.8 ટકા લોકોમાં કોરોનામાંથી સાજા થયા બાદ પણ થાકના લક્ષણો જોવા મળ્યા હતા. 10.9 ટકા લોકોમાં લાંબા સમય સુધી કફના લક્ષણો જોવા મળ્યા હતા. આ લક્ષણ ખૂબ જ સામાન્ય છે. 6.4 ટકા લોકોને સ્વાદ આવતો ન હતો, 6.3 ટકા લોકો સુગંધને પારખી શકતા ન હતા, 6.2 ટકા લોકોને ગળામાં દુખાવો અને 5.6 ટકા લોકોમાં શ્વાસની સમસ્યા જોવા મળી હતી. કોરોનામાંથી સાજા થયા બાદ પણ અનેક દર્દીઓમાં કેટલાક સપ્તાહથી લઈને 5-6 મહિના સુધી લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો, India Fights Corona: 24 કલાકમાં વધુ 2,38,022 દર્દી સાજા થયા, રિકવરી રેટ 91.6 ટકાએ પહોંચ્યો



રિપોર્ટ અનુસાર ડૉકટરે જણાવ્યું કે દિલ્હી એમ્સમાં પણ લોન્ગ કોવિડ દર્દીઓના ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક દર્દીઓને સાજા થયા બાદ પણ તાવ આવે છે, તેથી તેઓ પરેશાન રહે છે કે ક્યાંક તેમને ફરીથી કોરોના ન થઈ ગયો હોય.
First published: