લોન્ગ કોવિડથી ઝઝૂમતા બાળકો 8 અઠવાડિયામાં જ થઈ જશે સાજા, અહીં જાણો સંશોધનના તારણો

પ્રતીકાત્મક તસવીર

કિંગ્સ કોલેજના રિસર્ચમાં જણાવાયું છે કે, મોટાભાગના કોરોનાગ્રસ્ત બાળકો એકાદ અઠવાડિયામાં જ સાજા થઈ જાય છે.

  • Share this:
કોરોના વાયરસની (Coronavirus) ત્રીજી લહેર નજીક છે. આ લહેરમાં બાળકો પર ખતરો વધુ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાહત આપતું સંશોધન સામે આવ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત બાળકો મામલે તાજેતરમાં લંડનની કિંગ્સ કોલેજના રિસર્ચમાં જાણકારી આપવામાં આવી છે. કિંગ્સ કોલેજના રિસર્ચમાં જણાવાયું છે કે, મોટાભાગના કોરોનાગ્રસ્ત બાળકો એકાદ અઠવાડિયામાં જ સાજા થઈ જાય છે. માત્ર થોડા બાળકોમાં જ લોન્ગ કોવિડ (Long Covid)ના લક્ષણ જોવા મળે છે.

દર 20માંથી 1 બાળકમાં કોરોનાના લક્ષણો લાંબા સમય સુધી જોવા મળી શકે તેવો દાવો સંશોધકો દ્વારા કરાયો છે. સંશોધકોનું કહેવું છે કે, આ લક્ષણો ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી જોવા મળી શકે છે અને આઠ અઠવાડિયામાં બાળક સંપૂર્ણ રીતે રીકવર થઇ જાય છે. બાળકોમાં સામાન્ય રીતે માથાનો દુ:ખાવો, થાક, ગળામાં ખીચખીચ અને ગંધ પારખવાની ક્ષમતા ઓછી થઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે.

ગુજરાત ભાજપના પૂર્વ સાંસદનો પુત્ર વીજ ચોરી કરતા ઝડપાયો, કંપનીએ 1.95 લાખનો ફટકાર્યો દંડ

લેંસેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસેંટ હેલ્થ જર્નકમાં પ્રકાશિત રિસર્ચ કહે છે કે, કોરોના સંક્રમિત થયેલા 4.4 ટકા બાળકોમાં લોન્ગ કોવિડના લક્ષણો એક મહિનાથી વધુ સમય જોવા મળ્યા હતા.

5થી 7 વર્ષના બાળકો પર થયો અભ્યાસ

કોરોનામાં બાળકોની દેખરેખ માટે જો નામની એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. જેના ડેટા પરથી આ રિસર્ચ થયું હતું. એપમાં 5થી 17 વર્ષ સુધીના 2.5 લાખથી વધુ બાળકોનો આરોગ્ય ડેટા ઉપલબ્ધ હતો. 2020ના સપ્ટેમ્બર મહિનાથી 2021 ફેબ્રુઆરી મહિના સુધીના રિસર્ચ દરમિયાન 7 હજાર બાળકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા.

વડોદરાની પરિણીતા પર વિધર્મી જવાનનું દુષ્કર્મ,'6 છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે'

જેમાં 1734 બાળકોના સંક્રમણ લાગવા અને સંપૂર્ણપણે સાજા થવાના સમયની ખબર પડી હતી. તેમાં 5થી 11 વર્ષના બાળકોને કોરોનાને હરાવતા 5 દિવસ લાગ્યા હતા. જ્યારે 12થી 17 વર્ષના બાળકોને રિકવર થતા 7 દિવસ લાગ્યા હતા. ખૂબ ઓછા બાળકોમાં કોરોનાના લક્ષણો 4 અઠવાડિયા સુધી રહ્યા હતા.કિંગ્સ કોલેજના પ્રોફેસર એમા ડંકનનું કહેવું છે કે, સંક્રમણ બાદ બાળકોના મગજ સાથે જોડાયેલી સમસ્યાઓ જોવા મળી નથી. જેના પરથી બાળકોમાં લોન્ગ કોવિડના કેસ જૂજ હોવાનું ફલિત થાય છે.
Published by:Kaushal Pancholi
First published: