આ ગુજરાતીએ 29 વર્ષ સુધી એકલા હાથે કોતર્યા હતા રામ મંદિરના પથ્થરો, ચુકાદા પહેલા થયું મોત

News18 Gujarati
Updated: November 9, 2019, 4:09 PM IST
આ ગુજરાતીએ 29 વર્ષ સુધી એકલા હાથે કોતર્યા હતા રામ મંદિરના પથ્થરો, ચુકાદા પહેલા થયું મોત
રજનિકાંતની ફાઇલ તસવીર

રજનિકાંત 1990માં 21 વર્ષની ઉંમરના હતા અને ગુજરાતથી અયોધ્યા આવ્યા હતા. તે કાર્યશાળામાં સતત કામ કરતા રહ્યા હતા. ગત જુલાઈમાં રજનીકાંતનું નિધન થયા બાદ અયોધ્યામાં પથ્થરો કોતરવાનું કામ બંધ થયું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અયોધ્યામાં (Ayodhya) એક વ્યક્તિ 1990થી હજારો ટન પથ્થરોને પોતાના હુનરથી કોતરતો રહ્યો હતો કે એક દિવસ રામ મંદિર (Ram Temple)બનશે. આ પથ્થર મંદિરના નિર્માણમાં ઉપયોગમાં આવશે. આજે અયોધ્યાના ચુકાદા (Ayodhya Verdict)ના ઐતિહાસિક દિવસે તે દુનિયા છોડીને જઈ ચૂક્યો છે.

અયોધ્યાના કારસેવકપુરમ સ્થિત રામ મંદિર નિર્માણ કાર્યશાળા (Ram Temple Workshop)માં છેલ્લા બે મહિનાથી વધારે સમયથી પથ્થરો કોતરવાનું કામ (Stone Carving) સંપૂર્મ પણે બંધ થયું હતું. થોડા મહિનાઓ પહેલા મુખ્ય કારીગર રજનિકાંત સોમપુરાનું (Rajanikant Sompura) નિધન થયું હતું. ત્યારબાદ પથ્થર પથ્થર કોતરવાનું કામ સંપૂર્ણપણે ઠપ થયું હતું.

આ પણ વાંચોઃ-અયોધ્યા ચુકાદાને કોઈની હાર કે જીતની નજરે ન જોવો જોઈએ : PM નરેન્દ્ર મોદી

નિર્ણય પછી ફરીથી શરુ થશે પથ્થરો કોતરવાનું કામ
કાર્યશાળામાં કાર્યઠપ થયા ઉપર વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) પ્રવક્તા શરદ શર્મા કહે છે કે 'સપ્ટેમ્બર 1990થી કાર્યશાળામાં સતત પથ્થર કોતરવાનું કામ ચાલી રહ્યું હતું. અત્યાર સુધી 65 ટકા કામ પુરું થયું છે. પરંતુ બે મહિના પહેલા મુખ્ય મૂર્તિકાર રજનિકાંતનું મોત થયું છે. ત્યારથી કામ બંધ થયું છે. નવા કારીગરોની નિમણૂંક ચુકાદા બાદ જ કરવાનું નક્કી કર્યું હતું. હવે કાર્યશાળામાં કામની શરુઆત રામ જન્મભૂમિ ન્યાસની બેઠક પછી જ શરૂ થશે.'

આ પણ વાંચોઃ-અયોધ્યા ચુકાદોઃ ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર BJPના તમામ કાર્યક્રમો મુલતવીકારીગરોની સંખ્યા વધારવા ઉપર પણ નિર્ણય થશે
શરદ શર્માએ જણાવ્યું હતું કે, મૂર્તિકાર અનેક મહિનાઓથી એકલો જ કામ કરી રહ્યો હતો. હવે ચુકાદા બાદ ન્યાસમાં થનારી બેઠકમાં કારીગરોની સંખ્યા વધારવાનો નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણ કાર્યશાળાનો શિલાન્યાસ 10 નવેમ્બર 1989માં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

30 ઓગસ્ટ 1990થી આ કાર્યશાળામાં નિર્માણનું કામ શરુ થયું હતું. એક સમયે રામ મંદિરના પથ્થરોને કોતરવાનું અને તેના ઉપર ચિત્રકારી કરવાનું કામ 150 મજૂર કરતા હતા. પરંતુ સમયની સાથે મજૂરોએ કામ છોડી દીધું હતું. રજનિકાંત 1990માં 21 વર્ષની ઉંમરના હતા અને ગુજરાતથી અયોધ્યા આવ્યા હતા. તે કાર્યશાળામાં સતત કામ કરતા રહ્યા હતા. ગત જુલાઈમાં રજનીકાંતનું નિધન થયા બાદ અયોધ્યામાં પથ્થરો કોતરવાનું કામ બંધ થયું હતું.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading