લંડનઃ પિતા સૂર્યકાંતને કોરોનાથી બચાવવા રવિ નથવાણીએ આવી રીતે લડી મોટી લડાઈ

લંડનઃ પિતા સૂર્યકાંતને કોરોનાથી બચાવવા રવિ નથવાણીએ આવી રીતે લડી મોટી લડાઈ
ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા પણ દીકરાએ હિંમત ન હારી અને 81 વર્ષીય પિતાને કોરોના સકંજામાંથી બહાર લાવ્યા

ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા પણ દીકરાએ હિંમત ન હારી અને 81 વર્ષીય પિતાને કોરોના સકંજામાંથી બહાર લાવ્યા

 • Share this:
  તારા જોહ્ન, લંડનઃ કોરોના વાયરસ (Coronavirus) સામેનું યુદ્ધ કેવી રીતે જીતાય તેનો દાખલો બ્રિટન (Britain)માં વસતા સૂર્યકાંત નથવાણી અને તેમના દીકરાએ બેસાડ્યો છે. 81 વર્ષીય સૂર્યકાંત નથવાણીને કોરોના પોઝિટિવના લક્ષણ હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના દીકરાને સલાહ આપી કે, તમારા પિતાની ફેફસાંની બીમારી હોવાથી જો સ્થિતિ ખરાબ થાય તો પણ અમે તેમને વેન્ટિલેટર પર નહીં મૂકી શકીએ. તેથી તેમને સલાહ આપવામાં આવી કે પિતાને ઘરે લઈ જાઓ. ત્યારે સૂર્યકાંતે દીકરાને કહ્યું કે, મને વચન આપ કે મને ફરી હૉસ્પિટલમાં નહીં લઈ આવે, જે થવાનું હશે તે ઘરે થશે.

  55 વર્ષીય રાજ નથવાણીને ખબર હતી કે પિતાને ઘરે લઈ જઈશ તો તેમને બચવાની શકયતા ખૂબ ઓછી છે કેમકે તેઓ જાન્યુઆરીથી કોરોના વિશેની માહિતી એકત્ર કરી રહ્યા હતા અને તેના કહેરનું શું પરિણામ આવી રહ્યું છે તેના વિશે સારી રીતે માહિતગાર હતા.નથવાણી પરિવારના ફેમિલી ડૉક્ટર ડૉ. ભરત ઠાકરે સીએનએન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સૂર્યકાંતને ઘરે રાખીને સારવાર કરવી તે ખૂબ કઠિન નિર્ણય હતો.  સીએનએન સાથે વાત કરતાં રાજે જણાવ્યું કે, તેમની પાસે બે વિકલ્પ હતા કે પિતાને હૉસ્પિટલમાં રાખીએ અને આશા રાખીએ કે તેમને કોઈ ખતરો ન આવે અથવા તો હું તેમને ઘરે લઈને આવું અને મારી તમામ તાકાત લગાવીને શક્ય એટલી તેમની સેવા કરું. મેં બીજા વિકલ્પ પસંદ કર્યો પણ તેમાં આખા ઘરમાં વાયરસ ફેલાઈ જવાનો ખતરો પણ હતો. રાજે પિતાને ઘરે લાવતાં પહેલા આખા ઘરની સફાઈ કરી અને માતાને અલગ આઇસોલેશનમાં રહેવા માટે અલગ વયવસ્થા કરી. અને પિતા માટે પહેલા માળે હૉસ્પિટલ જેવી જ સુવિધા ઊભી કરી દીધી.

  રાજને થોડું મેડિકલ જ્ઞાન હોવાના કારણે હૉસ્પિટલમાં સંપર્કમાં રહી પિતાની સંભાળ રાખવાની સાથે જ તેમના ટેમ્પરેચના ડેટા ગૂગલ શીટમાં ભરવાનું શરૂ કરી દીધું. તેઓ આંકડાનું પૃથ્થકરણ પર કરવા લાગ્યા. આ ઉપરાંત બ્લ્ડ શૂગર એન ઓક્સિજનનો પણ રેકોર્ડ રાખવા લાગ્યા. રાજે જણાવ્યું કે, ડૉક્ટરોએ સલાહ આપી હતી કે જ્યારે પિતાને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે જ મશીનથી ઓક્સિજન પૂરો પાડવો. તેમાં વધુમાં દિવસના 16 કલાકનો ઉપયોગ કરવો.
  હૉસ્પિટલથી ઘરે લાવ્યા બાદ સૂર્યકાંત નથવાણીને ખાવાનું તકલીફ પડી રહી હતી અને તેઓએ હતાશ થઈને દીકરા રાજને કહ્યું કે, તેમનો અંત નજીક છે. પરંતુ રાજે માન્યું કે તેમને આવું મગજ સુધી ઓક્સિજન ઓછો પહોંચતો હોવાના કારણે થાય છે.

  ચોથા દિવસે ડૉ. ઠાકરે સમાચાર આપ્યા કે સૂર્યકાંતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સમયે અન્ય ડૉક્ટરોની જેમ તેમની પાસે પણ PPE કિટ નહોતી તેથી તેઓ સૂર્યકાંતના ઘરે આવીને તેમની તપાસ કરી શકવામાં અસમર્થ હતા. તેને બદલે તેમણે રાજે તૈયાર કરેલી ગૂગલ શીટનો અભ્યાસ કર્યો અને જરૂરી દવાઓનો ડોઝ આપવાની સલાહ આપી.

  આ પણ વાંચો, ઇન્ફેક્શનથી તાવ આવતાં મનુષ્યના શરીરની અંદર શું ફેરફાર આવે છે?

  આમ સતત મોનિટરિંગના કારણે સૂર્યકાંતની રિકવરી આવવાનું શરૂ કર્યું. રાજને વિશ્વાસ હતો કે એક વાર પિતા રિકવર થવા માંડશે તો વાયરસને ચોક્કસ હરાવી દેશે.

  થોડા દિવસ બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમાં તેઓ કોરોનાને હરાવીને બહાર આવી ગયા હોય એવું સામે આવ્યું. કોરાનાને હરાવનારા સૂર્યકાંત હવે પોતાના ગાર્ડનમાં ઝીમરની મદદથી ચાલવા પણ જાય છે.

  પિતાને કોરોનાથી બચાવવા માટે તમામ પ્રયાસ કરીને સફળ થનારા રાજ નથવાણી જણાવે છે કે માત્ર ગૂગલના આશરો ન લેતાં ડૉક્ટરોનું સતત માર્ગદર્શન અને મદદથી તેમના પિતા આજે સાજા થયા છે. સૂર્યકાંત નથવાણી કોરોના સામેની જંગ જીતાવ અંગે ડૉ. ઠાકર જણાવે છે કે તેમને ઉગારવામાં ખરેખર શું કામ કરી ગયું તે હું ચોક્કસપણ તો ન કહી શકું. તેમના પરિવારે દિવસ-રાત તેમની દેખરેખ રાખી, પણ મારું માનવું છે કે સારું ભાગ્ય અને પરિવારના દૃઢ નિશ્ચયે તેમને બચાવ્યા છે.

  આ પણ વાંચો, કુલભૂષણ જાધવને મુક્ત કરાવવા પાકિસ્તાન સાથે થઈ હતી બૅક-ચેનલ વાતચીતઃ હરીશ સાલ્વે
  Published by:Mrunal Bhojak
  First published:May 03, 2020, 11:48 am