Home /News /national-international /લોકસભા ચૂંટણી 2019- આ કારણોસર પરિણામ મોડું જાહેર થઈ શકે

લોકસભા ચૂંટણી 2019- આ કારણોસર પરિણામ મોડું જાહેર થઈ શકે

પ્રતિકાત્મક તસવીર

38 દિવસ સુધી ચાલનારી લોકસભાની ચૂંટણી સાત ચરણમાં યોજાશે. ચૂંટણીનું અંતિમ મતદાન 19મી મેના રોજ સમાપ્ત થશે અને 23મી મેએ પરિણામ આવશે.

    દેબાયન રૉય

    દેશના ચૂંટણી પંચે 17મી લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ રવિવારે જણાવ્યું હતું કે પ્રથમ ચરણનું મતદાન 11મી એપ્રિલે થશે અને આ ચૂંટણી 38 દિવસ સુધી યોજાશે. ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન 19મી મેના રોજ થશે જ્યારે પરિણામ 23મી મેના રોજ થશે.

    ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં 81.4 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે આ વખતે 8.3 કરોડ મતદારો ઉમેરાયા છે, જેથી દેશમાં 90 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપોયગ કરશે. લોકો 23મી મેના રોજ પરિણામની રાહ જોઈ રહ્યાં હશે જોકે આ પરિણામ જાણવામાં તમારે 24 કલાક રાહ જોવી પડે તો નવાઈ નહીં.

    મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે પણ મતદારોએ 24 કલાક પરિણાની રાહ જોવી પડી હતી. 11મી ડિસેમ્બરે જાહેર થનારું પરિણામ 12મી ડિસેમ્બરે સવારે 8.30 વાગ્યે જાહેર થયું હતું. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 109 અને કોંગ્રેસને 114 બેઠકો મળી હતી.

    આ પણ વાંચો: મેક ઇન ઇન્ડિયાની વાતો કરતા પીએમ મોદી ચાઈનીઝ કપડા પહેરે છે: રાહુલ

    મધ્યરપ્રદેશની ચૂંટણીમાં પરિણામ જાહેર થવામાં જે વિલંબ થયો તેનું મુખ્ય કારણ ઓછા માર્જિને થયેલી હાર-જીત હતી. અનેક વિધાનસભા મતક્ષેત્રમાં ઉપવિજેતા ઉમેદવારોએ વાંધો નોંધાવતા તેમના મતક્ષેત્રોમાં ફેરગણતરી કરવી પડી હતી. ફેરગણતરી દરમિયાન EVM-VVPATના ક્રોસ વિરેફિકેશનના કારણે એક કલાકનો સમય એવરેજ વધી જતો હતો. પ્રત્યેક વિધાનસભા સીટમાં એવરેજ 1200-1400 મેન્યુઅલ પેપર કાપલીઓની એક સ્ટ્રિપ એવી લાંબી લાંબી ગણતરીઓ થયા બાદ પરિણામ જાહેર થયું હતું.

    આ પણ વાંચો: કોંગ્રેસનો દાવો- RBIની ઇચ્છા વિરુદ્ધ મોદી સરકારે જબરદસ્તી લાદી હતી નોટબંધી

    વીવીપેટ એટલે કે વૉટર વેરિફિકેશન ઑડિટ ટ્રેલ અંતર્ગત તમે નાંખેલા વૉટની સ્લીપ બહાર આવે છે, જેમાં તમે ક્યાં ઉમેદવારને વૉટ નાંખ્યો તેની જાણકારી મળે છે. કાપલીમાં ઉમેદવારનું નામ , પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હની પ્રિન્ટ નીકળે છે. પરિણામનો વિવાદ થાય ત્યારે ચૂંટણી પંચ વીવીપેટની સાથે ઈવીએમના આંકડા મેચ કરે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Election commision of india, Genral Election, ઇવીએમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन