Home /News /national-international /

Maharashtra Politics : હવે શું કરશે ઉદ્ધવ ઠાકરે? લોકસભામા રાહુલ શેવાળ બન્યા શિવસેનાના નેતા, 12 સભ્યો શિંદે સાથે

Maharashtra Politics : હવે શું કરશે ઉદ્ધવ ઠાકરે? લોકસભામા રાહુલ શેવાળ બન્યા શિવસેનાના નેતા, 12 સભ્યો શિંદે સાથે

એકનાથ શિંદે

Maharashtra Politics : એકનાથ શિંદે (Eknath Shinde) ની સાથે શિવસેનાના 12 લોકસભા સભ્યો હતા જેમણે સંસદીય દળના નેતાને બદલવા માટે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. લોકસભામાં પાર્ટીના નવા નેતા રાહુલ શેવાળે (rahul shewale) એ કહ્યું, "ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) બીજેપીમાં ફરી જોડાવા આતુર હતા, પરંતુ પાછળથી તે ફરી ગયા હતા

વધુ જુઓ ...
    Maharashtra Politics : મહારાષ્ટ્રની રાજનીતિમાં (Maharshtra Politics) કંઈકને કંઈક ઉથલ પાથલ સર્જાતી રહી છે. છેલ્લા થોડા સમયથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને રોજ નવી નવી રાજનૈતિક ઘટનાઓ (Political event) જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) એ મંગળવારે કહ્યું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ (Om Birla) રાહુલ શેવાલે (rahul shewale) ને સંસદના નીચલા ગૃહમાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી છે. શિંદેએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, શિવસેનાના સાંસદોએ પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શોને સમર્થન આપવાના તેમના સ્ટેન્ડને સમર્થન આપ્યું છે. "લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ શેવાલેને નીચલા ગૃહમાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી છે".

    શિંદેની સાથે શિવસેનાના 12 લોકસભા સભ્યો હતા જેમણે સંસદીય દળના નેતાને બદલવા માટે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. લોકસભામાં પાર્ટીના નવા નેતા રાહુલ શેવાળેએ કહ્યું, "ઉદ્ધવ ઠાકરે બીજેપીમાં ફરી જોડાવા આતુર હતા, પરંતુ પાછળથી તે બદલી ગયા હતા." તેમણે કહ્યું, "અમે ઠાકરેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે માર્ગારેટ આલ્વાને સમર્થન ન આપવા કહ્યું હતું. પરંતુ અમારા મંતવ્યો અવગણવામાં આવ્યા હતા.

    સંસદના નીચલા ગૃહમાં પક્ષના નેતા બદલવાની વિનંતી

    શિવસેનાના લોકસભામાં 19 સાંસદો છે, જેમાંથી 12 શિંદે કેમ્પને સમર્થન આપી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સહિત શિવસેનાના 12 લોકસભા સભ્યો પ્રથમ સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદના નીચલા ગૃહમાં પક્ષના નેતા બદલવાની વિનંતી કરી હતી.

    વિનંતી ધ્યાનમાં ન લેવા ભલામણ

    ગૃહના પક્ષના નેતા વિનાયક રાઉતે લોકસભા અધ્યક્ષને એક પત્ર પહોંચાડ્યાના એક દિવસ બાદ શિવસેનાના બળવાખોર સાંસદો બિરલાને મળ્યા હતા, જેમાં તેમને હરીફ જૂથની કોઈપણ વિનંતીને ધ્યાનમાં ન લેવા જણાવ્યું હતું.

    આ પણ વાંચોGST Row: પેકિંગ વગર વેચાશે તો, લોટ, કઠોળ, ચોખા સહિતની આ 14 વસ્તુઓ પર કોઈ GST વસૂલાશે નહીં - FM નિર્મલા સીતારમણ

    બિરલાને મેળેલા શિંદે જૂથના 12 સાંસદોમાંથી એક હેમંત ગોડસેએ કહ્યું, "શિવસેનાના 12 લોકસભા સભ્યો સ્પીકર ઓમ બિરલાને મળ્યા અને રાહુલ શેવાળેને વિનાયક રાઉતની જગ્યાએ પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવા વિનંતી કરી." રાઉતે પોતાના પત્રમાં સોમવારે રાત્રે સ્પીકરને સુપરત કરીને સ્પષ્ટતા કરી કે તેઓ શિવસેના સંસદીય દળના "યોગ્ય રીતે નિયુક્ત" નેતા છે અને રાજન વિચારે મુખ્ય દંડક છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Eknath Shinde, Maharshtra, Uddhav thackeray

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन