લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કાની 91 સીટો પર મતદાન પ્રક્રિયા સંપન્ન તઈ ચુકી છે. ઈલેક્શન કમિશને ઉત્તર પ્રદેશની આઠ અને બિહારની ચાર લોકસભા સીટો પર સાંજે 6 કલાક સુધીના મતદાનના આકડા જાહેર કરી દીધા છે. યૂપીમાં જ્યાં ગાઝિયાબાદને છોડી બાકી સાત સીટો પર મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો. જ્યારે બિહારમાં માત્ર ઔરંગાબાદને છોડી દઈએ તો, બાકી ત્રણ સીટો પર મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે.
સાંજે 6 કલાક સુધી જમ્મૂ-કાશ્મીરની બે સીટો બારામૂલા પર 35.01% જ્યારે જમ્મૂમાં 72.16% મતદાન નોંધાયું છે. મિઝોરમમાં 62.59%, અસમમાં 67.4% જ્યારે ત્રિપુરામાં 81.23% મતદાન થયું છે. લક્ષ્યદ્વીપમાં 66%, મહારાષ્ટ્રમાં 56%, ઓડિશામાં 68%, પશ્ચિમ બંગાળમાં 81%, નાગાલેન્ડમાં 78%, મણિપુરમાં 78.2%, ઉત્તરાખંડમાં 58% વોટિંગ નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ તબક્કામાં મોદી સરકારના 8 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. જેમાં કેન્દ્રીય મંત્રી જનલર (રિટાયર્ડ) વીકે સિંહ, નિતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજીજૂ સામેલ છે. વોટિંગ દરમ્યાન આંધ્રપ્રદેશમાં હિંસાના સમાચાર છે.
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ટીડીપી અને વાઈએસઆરસીપી કાર્યકર્તાઓ વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં સ્થાનીક ટીડીપી નેચા ચિંતા ભાસ્કર રેડ્ડીનું મોત નિપજ્યું છે. ચિંતા ભાસ્કર રેડ્ડી અનંતપુરના તદીપત્રીના સ્થાનીક નેતા છે. વાયએસઆર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ટકરાવમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે.20 રાજ્યોની 91 સીટો પર થયું મતદાન.
11 એપ્રિલ - 91 સીટો, જેમાં આંધ્રપ્રદેશ(25), અરૂમાચલ(2), અસમ(5), બિહાર(4), છત્તીસગઢ(1), જમ્મુકાશ્મીર(2), મહારાષ્ટ્ર(7), મેઘાલય(1), મિઝોરમ(1), ઓડિશા(4), સિક્કિમ(1), તેલંગણા(17), ત્રિપુરા(1), ઉત્તરપ્રદેશ(8), ઉત્તરાખંડ(5), પશ્ચિમ બંગાળ(2), અંડમાન નિકોબાર(1), લક્ષ્યદ્વિપ(1 સીટ) પર મતદાન યોજાયું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર