ગઠબંધન પર બ્રેક?- 'ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતા જ નહીં', કેજરીવાલનો રણટંકાર

News18 Gujarati
Updated: January 7, 2019, 11:48 AM IST
ગઠબંધન પર બ્રેક?- 'ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતા જ નહીં', કેજરીવાલનો રણટંકાર
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થાય તેની વાતો વહેતી થઇ હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: એક તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઇને અટકળો તેજ બની છે તેવા સમયે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં સુપ્રિમો અરવિંદ કેજરીવાલે મહત્વુનું નિવદેન આપતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી તમારો મત બગાડતા નહીં. આમ આદમીનાં સાત સાંસદો દિલ્હીમાંથી ચૂંટાય તેવી રીતે મત આપજો.”

અરવિંદ કેજરીવાલે એવું પણ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં સાત સાંસદો પણ પણ હરાવજો. કેમ કે, આ સાતેય સાંસદોએ દિલ્હીનાં વિકાસ માટે કશુ કર્યુ નથી”.

અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થાય તેની વાતો વહેતી થઇ હતી. આ કારણે જ, દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ અજય માકને કોંગ્રસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતુ. કેમ કે, તેઓ આ ગઠબંધનનાં પક્ષમાં નહોતા.

એક કાર્યક્રમને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, જો તમે કોંગ્રેસને મત આપશો તો નરેન્દ્ર મોદી મજબૂત થશે અને એવું કરશો નહીં.

મહત્વની વાત એમ છે કે, થોડા દિવસો પહેલા, આમ આદમી પાર્ટીનાં નેતા ગોપાલ રાયે એવું નિવેદન આપ્યુ હતું કે, કોંગ્રેસ સાથેનાં ગઠબંધન વિશે હજુ કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નથી અને આ અંગે પાર્ટી નેતાઓ ભેગા મળી નિર્ણય લેશે.

અરવિંદ કેજરીવાલનાં આ નિવેદન પરથી એવું જણાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે દિલ્હીમાં ચૂંટણી લડવા માંગે છે.આ સિવાય, આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હી, પંજાબ, ગોવા, હરિયાણા, ચંદિગઢની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.
First published: January 7, 2019, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading