Home /News /national-international /

#MaiBhiChowkidarની સામે કોંગ્રેસનું નવું કેમ્પેન, લખ્યું- પકડો પકડો ચોરને પકડો

#MaiBhiChowkidarની સામે કોંગ્રેસનું નવું કેમ્પેન, લખ્યું- પકડો પકડો ચોરને પકડો

Screen Grab

#MaiBhiChowkidarની સામે કોંગ્રેસનું નવું કેમ્પેન, લખ્યું- પકડો પકડો ચોરને પકડો

    લોકસભા ચૂંટણીની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે અને રસપ્રદ થતી જઈ રહી છે. બીજેપીએ #MaiBhiChowkidarથી લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ કેમ્પેનને આગલા લેવલે પહોંચાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક પાર્ટી નેતાઓએ ટ્વિટર પ્રોફાઇલમાં પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું. પાર્ટીના આ અભિયાને સોશિયલ મીડિયા પર ઝડપથી જોર પકડ્યું અને યૂઝર્સની વચ્ચે હેશટેગમાં પણ મેં ભી ચોકીદાર વાયરલ થઈ ચૂક્યું છે.

    એવામાં કોંગ્રેસ પણ પાછળ રહેવા નથી માંગતી. #ChowkidarChorHai બાદ હવે #EkHiChowkidarChorHai કેમ્પેનથી મોદી અને બીજેપીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

    કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી રવિવારે એક પછી એક ત્રણ ટ્વિટ કરવામાં આવ્યા. #EkHiChowkidarChorHaiથી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પહેલા ટ્વિટમાં પૂછ્યું, કયો ચોકીદાર ચોર છે?

    કોંગ્રેસે બીજું ટ્વિટ કર્યું, #EkHiChowkidarChorHai. શું તમે શોધી શકો છો કે તે કોણ છે?

    કોંગ્રેસ વધુ એક ટ્વિટમાં લખ્યું કે, પકડો પકડો ચોકીદારને પકડો.

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ #MaiBhiChowkidar કેમ્પેનની શરૂઆત કરી હતી. તેઓએ પોતાના સમર્થકોને મેં ભી ચોકીદારનો સંકલ્પ લેવાની અપીલ કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને સામાજિક બુરાઈઓ વિરુદ્ધની લડાઈમાં તેઓ એકલા નથી. પીએમ કહ્યું હતું કે, આપનો ચોકીદાર દૃઢતાથી દેશની સેવા કરી રહ્યો છે. દરેક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઈથી લડી રહ્યો છે, તે ચોકીદાર છે.

    બીજેપીના આ કેમ્પન સામે કોંગ્રેસ પણ જવાબ આપી રહી છે. હરિયાણાના કરનાલમાં પરિવર્તન રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતાં કહ્યું કે દેશમાં દરેક વ્યક્તિ ચોકીદાર નથી. કેટલાક ચોર પણ છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના #MaiBhiChowkidar અભિયાનની મજાક બનાવતા તેઓએ ટ્વિટ કર્યું હતું કે, મિસ્ટર મોદી તમે પ્રયાસ કરતા રહો, પરંતુ હકિકતને દબાવી નથી શકાય. દરેક ભારતીય આ કહી રહ્યો છે- હેશગેટ ચોકીદાર ચોર હૈ.
    First published:

    Tags: Chowkidar Chor Hai, Ek Hi Chowkidar Chor Hai, Lok sabha election 2019, Main Bhi Chowkidar, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन