યુપીમાં ભાજપના 22 સાંસદોની 2 લાખથી વધારે મતની લીડથી જીત

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટમાં ભાજપ 62, બીએસપી 10, સમાજવાદી પાર્ટી 5 પર અને એડીએસ 2 પર અને કોંગ્રેસને 1 બેઠક પર જીત મળતી જોવા મળી રહી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનો દેશમાં ભવ્ય વિજય થયો છે. આ વિજય એટલો ભવ્ય છે કે અનેક સાંસદોની જીતનું માર્જીન લાખમાં છે. અનેક સાંસદોએ ગત ટર્મ કરતાં પણ વધારે મતોથી જીત મેળવી છે. દેશના સૌથી મોટા પ્રાંત ઉત્તર પ્રદેશમાં ભાજપ 62 બેઠક જીત્યો છે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનને 15 બેઠક પર તો એડીએસને 2 અને એક બેઠક પર કોંગ્રેસને વિજય મળી રહ્યો છે. યુપીના પરિણામોમાં 21થી વધુ બેઠકો એવી છે કે જેમાં જીતનો માપદંડ બે લાખથી વધારે છે.

  દેશ જીતવો હોય તો યુપી જીતવું પડે, આ ફોર્મ્યુલાને સાર્થક કરતા ભાજપે યુપી સહિત અનેક રાજ્યો સર કર્યા છે. ઉત્તર પ્રદેશમાં જનરલ વીકે સિંહ ગાઝિયાબાદ બેઠક પર 50,01,500 મતોથી જીત મેળવી છે. ગૌતમ બુદ્ધનગરથી ભાજપના ઉમેદવાર ડૉ.મહેશે 3,36,922 મતોથીજી જીત મેળવી છે.

  આ પણ વાંચો :  Lok Sabha Election Result 2019, નરેન્દ્ર મોદી સતત બીજી વખત પ્રચંડ જીત મેળવનારા બીજા PM

  અકબરપુરના ભાજનપા ઉમેદવાર દેવેન્દ્રસિંહે 2,75,142 મતોથી જીત મેળવી છે. અલીગઢથી ભાજપના ઉમેદવાર સતીશ કુમાર ગૌતમે 2,29,261 મતોથી જીત મેળવી છે. આઝમગઢથી અખિલેશ યાદવે 2,59,874 મતોથી જીત મેળવી છે. બુલંદશહેરથી ભાજપના ભોલાસિંહે બીએસપીના યોગેશ વર્માને 2,90,057 વોટથી માત આપી છે. દેવરીયાથી ભાજપના ઉમેદવાર રમાપતિ ત્રિપાઠીએ 2,49,931 વોટથી જીત મેળવી છે. ફરૂખાબાદથી ભાજપના ઉમેદવાર મુકેશ રાજપૂતે 2,21,702 મતોથી જીત મેળવી છે. ફતેહપુર સિકરીથી ભાજપના નેતા રાજકુમાર ચહરે રાજ બબ્બર 4,95,065 મતોથી જીત મેળવી છે.
  Published by:Jay Mishra
  First published: