Home /News /national-international /આ અઠવાડિયે જાહેર થઈ શકે છે, લોકસભાની ચૂંટણી, તૈયારીઓ પૂર્ણ

આ અઠવાડિયે જાહેર થઈ શકે છે, લોકસભાની ચૂંટણી, તૈયારીઓ પૂર્ણ

ચૂંટણી પંચ લોકસભા સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરે તેવી શક્યતા છે.

ચૂંટણી પંચે લોકસભા 2019ની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટમી જાહેર કરી શકે છે.

  ન્યૂઝ 18 ગુજરાતી: ચૂંટણી પંચ આગમી દિવસોમાં લોકસભા 2019ની ચૂંટણી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ 7મી માર્ચથી-10મી માર્ચની વચ્ચે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

  સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ શકે છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓ માટે પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.

  જાહેરનામુ બહાર પાડવામાં વિલંબ
  વિપક્ષ દ્વારા પાછલા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, વર્ષ 2018માં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થવામાં વિલંબ થયા બાદ કોંગ્રેસ વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહી છે. ઉલ્લેખીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી 7 એપ્રિલ થી 12 મેની વચ્ચે 9 ચરણમાં યોજાઈ હતી. જેના પરિણામો 16મી મેના રોજ જાહેર થયા હતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર રચાઈ હતી.

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગત ચૂંટણી બાદ 26મી મેના રોજ શપત લીધા હતા. ગત ચૂંટણીમાં 5 માર્ચે પરિણામ જાહેર થયું હતું અને 7મી એપ્રિલે યોજનારા પ્રથમ ચરણના મતદાનના 25 દિવસ પહેલાં જાહેરનામુ બહાર પાડી દેવાયું હતું. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી 16 એપ્રિલથી 13મી મેની વચ્ચે યોજાઈ હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: 2019, Election commission of india, Genral Election, Loksabha

  विज्ञापन
  विज्ञापन