દેશના રાજકીય પરિદૃશ્યને સમગ્રતયા સમજવા બેસીયે તો ખબર પડે છે કે, જે-તે ચૂંટાયેલા પક્ષની અથવા 'સામાન્ય હેતુ' સાથે જોડાયેલા પક્ષો છે તેની સંયુક્ત સરકાર દેશ ઉપર પાંચ વર્ષ સુધી રાજ કરે છે.
ન્યૂઝ18 ગુજરાતી :દેશમાં રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દેવાયું છે, દરેક પક્ષો દ્વારા પોત-પોતાની રીતે પ્રચાર શરૂ કરી દેવાયો છે અને ઉમેદારવારોએ પણ પોતાના દાવા રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. દેશના રાજકીય પરિદૃશ્યને સમગ્રતયા સમજવા બેસીયે તો ખબર પડે છે કે, જે-તે ચૂંટાયેલા પક્ષની અથવા 'સામાન્ય હેતુ' સાથે જોડાયેલા પક્ષો છે તેની સંયુક્ત સરકાર દેશ ઉપર પાંચ વર્ષ સુધી રાજ કરે છે.
લોકસભામાં કુલ 552 સભ્યોની સંખ્યા છે, જેમાંથી 2 વ્યક્તિનું નામાંકન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી કરવામાં આવે છે. 550 સંસદ સભ્યોમાં 20 સભ્ય કેન્દ્રશાસિત પ્રદેશના હોય છે, જ્યારે 530 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્યોમાં વસતીના આધારે સંસદીય સીટની ફાળવણી કરવામાં આવે છે.
ભારતમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે, જ્યાં 80 સંસદીય બેઠક આવેલી છે. જ્યારે સૌથી ઓછી સંસદીય બેઠક મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં 1 સંસદીય બેઠક છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સંસદીય બેઠક હોવાને કારણે મોટાભાગના રાજ્યકીય પક્ષો આ રાજ્ય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. સરકાર બનાવવા માટે 550માંથી કોઈ પણ એક પક્ષે ઓછામાં ઓછી 273 બેઠક પર વિજય મેળવવાનો હોય છે. એટલે કે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં 273 બેઠક જીતવી જરૂરી છે. વડા પ્રધાન પદ માટે ઉમેદવારની પસંદગી ચૂંટાયેલા પક્ષના સાંસદોની બેઠકમાં કરવામાં આવતી હોય છે.
વર્તમાન સરકારનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ), ભારતીય જનતા પાર્ટી (ભાજપા), આમ આદમી પાર્ટી (આપ), સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા) મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો છે. આ ઉપરાંત, રાજ્યોમાં પણ અનેક સ્થાનિક પક્ષો ચૂંટણીમાં ઝંપલાવે છે.
વર્ષ 2014નું લોકસભા ચૂંટણી પરિણામ
પક્ષ
બેઠક
ભાજપ
282
કોંગ્રેસ
44
AIADMK
37
બીજુ જનતા દળ
20
ટીડીપી
16
તૃણમુલ કોંગ્રેસ
34
શિવસેના
18
ટીઆરએસ
11
અન્ય પક્ષો
71
2019ની ચૂંટણી અંગે પૂર્વાનુમાન લોકસભાની ચૂંટણી પહેલા કેટલીક સમાચાર ચેનલ અને ખાનગી સંસ્થાઓ દ્વારા પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ અનુસાર ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી સરકાર બનાવશે તેવું અનુમાન છે.
2019ની ચૂંટણીમાં આ પાર્ટીને 293થી 309 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યુપીએને 102 બેઠકો મળશે, જ્યારે અન્ય પક્ષોને 83 બેઠકો પર વિજય મળે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશમાં જે રીતે લોકપ્રિયતા છે તે જોતાં તેઓ ફરી બીજી વખત વડા પ્રધાન બને એવું પણ અનુમાન વ્યક્ત કરાયું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર