વિપક્ષની માંગ માનવાના કારણે હવે લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થવામાં 2-3 દિવસ પણ લાગી શકે છે. વિપક્ષની માંગ છે કે એક લોકસભા સીટની દરેક વિધાનસભાની 5 VVPATની સ્લિપની ગણતરી અને મેળવણી શરૂઆતમાં જ કરવામાં આવશે. જો મેળવણીમાં ગડબડ થાય છે તો પછી તમામ VVPAT સ્લિપ સાથે મેળવણી કરાવવામાં આવશે. સૂત્રો મુજબ, ચૂંટણી પંચ આ માંગ પર અમલ કરી શકે છે, એવામાં અસલી મતગણતરીની શરૂઆત બપોર બાદ જ થઈ શકશે. જોકે, ચૂંટણી પંચે હવે સ્પષ્ટ કરી દીધું છે કે ઈવીએમ અને વીવીપેટ સ્લિપની મેળવણી મતગણતરી પૂરી થયા બાદ જ કરવામાં આવશે.
શું છે મામલો?
ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને સખ્તાઈથી લાગુ કરવાના કારણે લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં વિલંબ થઈ શકે છે. દિશા-નિર્દેશ મુજબ એક ચરણની મતગણતરીની સમગ્ર પ્રક્રિયા ખતમ થયા બાદ જ બીજા ચરણની મતગણતરી શરૂ થશે.
એક લોકસભા ચૂંટણી ક્ષેત્રમાં અનેક વિધાનસભા ક્ષેત્ર હોય છે, મતગણતરી અનેક સ્થળે થાય છે. તેથી એક ચરણ પૂરું થયા બાદ દરેક વિધાનસભા ક્ષેત્રના આંકડાઓને સેન્ટ્રલ ટેબલ પર જોડવાના હોય છે તેથી એક ચરણથી બીજા ચરણના વલણ આવવામાં મોડું થશે. લોકસભા ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીની તુલનામાં એક ચરણની મતગણતરીમાં વધુ સમય લાગે છે. લોકસભા ચૂંટણીની મતગણતરીથી જોડાયેલા દિશા-નિર્દેશ તમામ રાજ્યોને મોકલવામાં આવી ચૂક્યા છે.
આ ઉપરાંત જો વિપક્ષની માંગ પર VVPAT સ્લિપને મેળવણી શરૂઆતમાં જ કરવામાં આવી તો વલણ સ્પષ્ટ થવામાં જ બપોર થઈ જશે અને મતગણતરી બપોર સુધી શરૂ થઈ શકશે. મેળવણી ન હોવાની સ્થિતિમાં તમામ સ્લિપોની મેળવણી કરવામાં આવશે, એવામાં રિઝલ્ટ 2-3 દિવસ વિલંબથી આવી શકે છે.
દિલ્હીના ચૂંટણી પંચે પણ વ્યક્ત કરી હતી આશંકા
દિલ્હીના ચૂંટણી કમિશનર રણબીર સિહે પણ બુધવારે કહ્યું હતું કે શરૂઆતના 8-10 કલાકમાં ઈવીએમની ગણતરી થવી જવી જોઈએ. ત્યારબાદ વીવીપેટના કાઉન્ટિંગમાં પણ 5-6 કલાક લાગી શકે છે. એવામાં સમગ્ર પરિણામ આવતાં રાતના 10-12 વાગી શકે છે.
વિપક્ષી પાર્ટીઓ ઈચ્છતી હતી 50 ટકા મતોની મેળવણી
શરૂઆતમાં ચૂંટણી પંચ દરેક લોકસભા અને વિધાનસભા ક્ષેત્રથી માત્ર એક વીવીપેટના મતોને જ ઈવીએમથી મેળવવા અંગે કહી રહ્યા હતા. જોકે, વિપક્ષી પાર્ટીઓની માંગ હતી કે ઓછામાં ઓછા 50 ટકા વીવીપેટ મશીનો અને ઈવીએમના મતોની મેળવણી કરવી જોઈએ. જો ચૂંટણી પંચ આ પાર્ટીઓની ભલામણ માની લે તો સરેરાશ તેને દરેક સીટ પર 125 ઈવીએમ મશીનોના મતની મેળવણી વીવીપેટ મશીનના મતો સાથે કરવી પડશે.
જોકે, જાણકારો મુજબ, જો ચૂંટણી પંચ સમગ્ર દેશને મેળવીને 750થી 1000 ઈવીએમ અને વીવીપેટના મતોને મેળવણી કરી દે છે તો પણ આ વ્યવસ્થાની ચોક્કસતા પર લોકોને વિશ્વાસ થઈ જશે. હજુ જે પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે, તેનાથી લોકસભાના મામલામાં સમગ્ર દેશમાં લગભગ 2710 ઇવીએમ અને વીવીપેટ મશીનોના મતની મેળવણી કરવામાં આવશે. આ કુલ ઈવીએમ અને વીવીપેટ મશીનોના 2 ટકા હશે.
આ મામલામાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને પોતાના જવાબમાં જણાવ્યું હતું કે જો ચૂંટણી પંચ વિપક્ષી પાર્ટીઓની માંગ માનતા 50 ટકા વીવીપેટ મશીનના મતોના ઈવીએમના મતોથી મેળવણી કરે તો તેને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં 6 દિવસનો વિલંબ થશે.
2014ની લોકસભા ચૂંટણીમાં પણ ઈવીએમની સાથે જોડવામાં આવ્યું હતું વીવીપેટ મશીન
નોંધનીય છે કે, ચૂંટણી પંચે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ વીવીપેટ મશીનોનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ વીવીપેટ મશીનોનો 543માંથી માત્ર 8 સીટો પર જ ઉપયોગ થયો હતો. જોકે, તે સમયે આ વીવીપેટ મશીનોના મતોને ઈવીએમના મતોથી મેળવણી નહોતી કરવામાં આવી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર