Home /News /national-international /AAPએ નવી ફૉર્મ્યૂલા સાથે ફરી કોંગ્રેસને આપ્યું નિમંત્રણ, શરદ પવાર બન્યા દૂત

AAPએ નવી ફૉર્મ્યૂલા સાથે ફરી કોંગ્રેસને આપ્યું નિમંત્રણ, શરદ પવાર બન્યા દૂત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેદરીવાલ અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતની તસવીર

સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ, આ પ્રસ્તવામાં આપ દ્વારા સીટ શેરિંગનો નવો ફૉર્મ્યૂલા આપવામાં આવ્યો છે, જેમાં દિલ્હીની કુલ સાત બેઠકોમાં કોંગ્રેસને 2 તથા આપને 5 સીટ આપવાની વાત કહી છે.

  ન્યૂઝ 18 ગુજરાતી: આમ આદમી પાર્ટીએ શરદ પવારના માધ્યમથી ફરીથી કોંગ્રેસ સાથે ત્રણ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી સાથે લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ, આ પ્રસ્તવામાં આપ દ્વારા સીટ શેરિંગનો નવો ફૉર્મ્યૂલા આપવામાં આવ્યો છે, જેમાં દિલ્હીની કુલ સાત બેઠકોમાં કોંગ્રેસને 2 તથા આપને 5 સીટ આપવાની વાત કહી છે.

  આ પ્રસ્તાવ મુજબ આપ દિલ્હીમાં સાતમાંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે અને કોંગ્રેસને બે બેઠકો આપશે, જ્યારે પંજાબની 13 બેઠકોમાંથી કોંગ્રેસ 10 પર ચૂંટણી લડશે અને આપ 3 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે હરિયાણામાં 12 બેઠકોમાંથી 4 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને 4 બેઠકો પર આપ અને 4 બેઠકો પર જેજેપી ચૂંટણી લડે તેવી પ્રસ્તાવના બંધાઈ છે.

  આ પણ વાંચો: 'સૌથી મોટા સટ્ટા બજાર'નો દાવો, મોદીને 260થી વધુ સીટ, કોંગ્રેસના થશે સૂપડાસાફ

  ઉલ્લેખનીય છે કે લોકસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાત ખૂબ જ ચર્ચાઈ હતી. દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોનું પણ એવું મંતવ્ય હતું કે કોંગ્રેસે મોટાભાગના ગઠબંધન ભાજપને હરાવવા માટે કર્યા છે, ત્યારે દિલ્હીમાં પણ ભાજપને હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવશે.

  આ પણ વાંચો: ANALYSIS: BJPના મિશન 2019નું ટ્રમ્પકાર્ડ છે, 'મેં ભી ચોકીદાર'

  જોકે, કોંગ્રેસમાં આ મુદ્દે એકમત બાઁધી શકાયો નથી. અનેક નેતા એવું માને છે કે પુલવામા હુમલા બાદ જેવી રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેને જોતા ભાજપની સ્થિતિ મજબૂત હોવાના કારણે ગઠબંધન કરવું આવશ્યયક છે.

  દિલ્હી કોંગ્રેસના એક સીનિયર નેતાના શબ્દોમાં ' મને નથી લાગતુ કે દિલ્હીમાં સત્તાધારી આપ અને ભાજપ સાથે લડવું અમારા માટે સરળ રહેશે. અલગ લડવાથી અમારા વોટ વહેચાઈ જશે.'
  Published by:Jay Mishra
  First published:

  Tags: Genrel election 2019, Loksabah Election 2019, રાજકારણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन