કોંગ્રેસ Vs બીજેપી: ચૂંટણી ઢંઢેરામાં રોજગાર, ગરીબી અને હેલ્થ પર કોણે કર્યો શું વાયદો?

News18 Gujarati
Updated: April 8, 2019, 2:56 PM IST
કોંગ્રેસ Vs બીજેપી: ચૂંટણી ઢંઢેરામાં રોજગાર, ગરીબી અને હેલ્થ પર કોણે કર્યો શું વાયદો?
જાણો લોકસભા ચૂંટણી 2019 માટે શું કહે છે બીજેપી અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા

જાણો લોકસભા ચૂંટણી 2019 માટે શું કહે છે બીજેપી અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા

  • Share this:
કોંગ્રેસ બાદ બીજેપીએ પણ લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. બીજેપીના મહત્વપૂર્ણ વાયદાઓમાં કિસાન ક્રેડિટ કાર્ડથી લેવામાં આવેલી એક લાખ રૂપિયા સુધીની લોન પર પાંચ વર્ષ સુધી કોઈ વ્યાજ નહીં લગાવવા ઉપરાંત 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો પણ સામેલ છે. બીજેપીએ 2014ની જેમ જ ફરી એકવાર વાયદો કર્યો કે 2019માં સત્તામાં આવતા રામ મંદિરનું નિર્માણ કરાવવાના તમામ પ્રયાસ કરશે. ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં 25 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. બીજેપીએ રાષ્ટ્રીય વેપાર આયોગ બનાવવાનો વાયદાની પણ વાયદો કરવામાં આવ્યો છે. થોડાક દિવસે પહેલા કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણીને લઈને ઘણી લોકોને આકર્ષતો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જાણો કોંગ્રેસ અને બીજેપીના ચૂંટણી ઢંઢેરાની મહત્વપૂર્ણ વાતો...

કોંગ્રેસ Vs બીજેપી ચૂંટણી ઢંઢેરો:

1. રામ મંદિર


બીજેપી: રામ મંદિર પર બીજેપીનું સંકલ્પ પત્ર. રામ મંદિર પર પર બીજેપીએ પોતાના વલણનું પુનરાવર્તન કર્યું છે. બંધારણના દાયરમાં અયોધ્યામાં વહેલી તકે રામ મંદિરના નિર્માણ માટે તમામ શક્યતાઓની તલાશ કરવામાં આવશે અને તેના માટે તમામ જરૂરી પ્રયાસ કરવામાં આવશે.
કોંગ્રેસ: ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે.2. ખેડૂત

કોંગ્રેસ: ખેડૂતો માટે અલગથી બજેટ. બજેટથી ખેડૂતોને જાણ થઈ શકે કે તેમના માટે સરકાર શું પગલા ઉઠાવી રહી છે. સાથોસાથ ખેડૂતોને લોન ન ભરપાઈ કરવાની સ્થિતિમાં જે ક્રિમિનલ ઓફેન્સ માનવામાં આવે છે તે ખતમ કરવામાં આવશે. હવે તેને સિવિલ ઓફેનસ માનવામાં આવશે.
બીજેપી: ખેડૂતોની આવક બેગણી કરશે. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદક્તા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી. દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ફાયદો મળશે. નાના તથા ખેત મજૂરોની સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની યોજના.

આ પણ વાંચો, બીજેપીનો સંકલ્પ પત્ર : નાના ખેડૂતો માટે પેન્શન, 5 વર્ષ સુધી વ્યાજ વગરની લોનની જાહેરાત

3. રોજગાર

કોંગ્રેસ: 22 લાખ સરકારી નોકરીઓનો વાયદો કોંગ્રેસે કર્યો છે. 10 લાખ લોકોને ગામ પંચાયતોમાં રોજગાર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. 3 વર્ષ સુધી યુવાઓને વેપાર કરવા માટે કોઈની પણ મંજૂરી લેવાની જરૂર નથી. મનરેગામાં કામના દિવસોને 100થી વધારીને 150 દિવસ કરવાની જાહેરાત.
બીજેપી: નોકરીઓ આપવાનું નહીં પરંતુ ઊભી કરવાનો વાયદો

4. ગરીબી

કોંગ્રેસ: સત્તામાં આવશે તો ન્યાય યોજના લાગુ કરશે. 5 કરોડ પરિવાર કે 25 કરોડ લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપશે. આ રકમ 12 હજાર રૂપિયા મહિના સુધીની આવકવાળા ગરીબ પરિવારોને આપવામાં આવશે.
બીજેપી: સમાવેશક વિકાસ પર ભાર. ગરીબી રેખાની નીચે રહેતા પરિવારોની સંખ્યાને ઘટાડીને 10 ટકાથ ઓછી કરવી. 5 કિમીના દાયરામાં બેન્કિંગ સુવિધાઓ. તમામ નાના દુકાનદારો માટે પેન્શન.

5. મહિલા

કોંગ્રેસ: સાંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનાત આપશે. 17મી લોકસભાના પહેલા જ સત્રમાં મહિલા અનમાત બિલ પાસ કરવામાં આવશે.
બીજેપી: મહિલા સશક્તિકરણ પર ભાર. ત્રણ તલાક, નિકાહ હલાલા જેવી પ્રથાઓને પ્રતિબંધિત તથા સમાપ્ત કરવાનું બિલ. તમામ આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને આયુષ્માન ભારત હેઠળ લાવવી. ઓછામાં ઓછી 50 ટકા મહિલા કર્મચારી રાખનારા MSME ઉદ્યોગો દ્વારા સરકાર માટે 10 ટકા ઉત્પાદન ખરીદશે.

6. શિક્ષા

કોંગ્રેસ: શિક્ષા પર બજેટના 6 ટકા પૈસા ખર્ચ કરવામાં આવશે. કોંગ્રેસની સરકાર બને તો શિક્ષાની દિશા અને દશાને સુધારવા માટે 6 ટકા પૈસા ખર્ચ કરશે. યુનિવર્સિટીઝ, આઈઆઈટી, આઈઆઈએમ સહિત ટોપ સંસ્થાઓ સુધી ગરીબોને પહોંચ આસાન કરવાનો વાયદો.
બીજેપી: સૌના માટે શિક્ષા-200 નવા કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યોલયોનું નિર્માણ. વર્ષ 2024 સુધી એમબીબીએસ અને સ્પેશલિસ્ટ ડોક્ટર્સની સંખ્યા બેગણી કરવી. ભારતીય શૈક્ષણિક સંસ્થાનોને વિશ્વની ટોપ 500 શૈક્ષણિક સંસ્થાનોમાં સ્થાન.

આ પણ વાંચો, બીજેપીના સંકલ્પ પત્રની મહત્વની વાતો, ગરીબોને મળશે વધારે ફાયદો

7. અર્થવ્યવસ્થા-વેપાર

કોંગ્રેસ: કોંગ્રેસ ઉત્પાદન ક્ષેત્રમાં જીડીપીના હાલની ભાગીદારી 16 ટકાને આવતા 5 વર્ષમાં 25 ટકા સુધી કરીને ભારતને વિશ્વનું નિર્માણ કેન્દ્ર બનાવવાનો વાયદો કર્યો. રીયલ એસ્ટેટ (તમામ સેક્ટર), પેટ્રોલિયમ ઉત્પાદનો, તમાકૂ અને દારૂને પણ જીએસટીના 2 ટકાના દાયરામાં લાવવામાં આવશે.
બીજેપી: ભારતીય અર્થવ્યવસ્થાને ઝડપથી વિકસિત કરવા માટે 22 મુખ્ય ચેમ્પિયન સેક્ટરોનું નિર્ધારણ. ઉદ્યમિઓ વિના કોઈ સિક્યુરિટીની 50 લાખ રૂપિયા સુધીની લોન. પૂર્વોત્તર રાજ્યોમાં MSMEને મૂડીકૃત સહાયતા આપવા માટે ઉદ્યમી પૂર્વોત્તર યોજના. વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડોલર અને વર્ષ 2032 સુધી 10 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ ડોલર રૂપિયાનું મૂડીકૃત રોકાણ. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરન્ટી યોજના.

8. ઇન્ફ્રાસ્ટ્રક્ચર

બીજેપી: વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડોલર અને વર્ષ 2032 સુધી 10 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ ડોલર રૂપિયાનું મૂડીકૃત રોકાણ. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરન્ટી યોજના. તમામ વસાહતોને ખુલ્લામાં શૌચમુક્ત (ઓડીએફ)નો દરજ્જો. 50 શહેરોમાં એક મજૂબત મેટ્રો નેટવર્ક. માર્ગ નેટવર્ક વિકસિત કરવા માટે ભારતમાલા 2.0 દ્વારા રાજ્યોને સહાયતા.
કોંગ્રેસ: કોંગ્રેસે દેશમાં રેલવેના જૂના માળખાને વ્યાપક રીતે વધુ આધુનિક બનાવશે, રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણમાં ઝડપ લાવવા અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ રસ્તા અને રેલ માર્ગને સારા કરવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસે પૂર્વોત્તર રાજ્યોને વિશેષ દરજ્જો આપવાનો વાયદો કર્યો છે અને કહ્યું છે કે તેઓ આ રાજ્યો માટે ઔદ્યોગિક નીતિ લાવશે. સાથોસાથ શહેરીકરણ પર એક વ્યાપક નીતિ બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે જેને બનાવવામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળવાયુ પરિવર્તન અને પ્રદૂષણનું ધ્યાન રાખવામાં આવશે. શહેરોમાં વધી રહેલી ઝૂંપડપટ્ટીઓમાં પાણી, વીજળી અને સ્વચ્છતાની વ્યવસ્થા માટે ઝૂંપડપટ્ટી વિકાસ અને સુધાર કાર્યક્રમ શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ઉદ્યોગોની સાથે મળી વિજ્ઞાન અને ટેક્નોલોજી પર જીડીપીના 2 ટકા સુધી ખર્ચ કરવા અને મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોના કલ્યાણ માટે એક અલગ મંત્રાલય બનાવવાનો વાયદો કર્યો છે.

9. સ્વાસ્થ્ય સેવા

કોંગ્રેસ: રાઇટ ટુ હેલ્થકેર એક્ટ બનશે જે હેઠળ તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ મફતમાં મળશે. તેમાં તમામ પ્રકારની તપાસ, દવા અને બાકી સેવાઓ મફતમાં પૂરી પાડવામાં આવશે. નેશનલ મેન્ટલ હેલ્થ કેર પોલિસી, 2014 અને મેન્ટલ હેલ્થ કેર એક્ટ, 2017ને લાગુ કરવામાં આવશે. તમામ જિલ્લા હોસ્પિટલોમાં માનસિક સ્વાસ્થ્યથીસ જોડાયેલા પ્રોફેશનલ્સની નિયુક્તિ થશે અને ત્યાં તેનાથી જોડાયેલી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. તમામ નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટ્રોમા અને ઇમરજન્સી કેન્દ્ર બનાવવામાં આવશે. તેની આસપાસની વસતી અને પ્રવાસ કરનારાઓને તેનો ફાયદો થશે.
બીજેપી: 1.5 લાખ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં ટેલીમેડિસિન અને ડાયગ્નોસ્ટિક લેબ સુવિધાઓ. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ કે પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ. વર્ષ 2022 સુધી તમામ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે પૂર્ણ રસીકરણ.

આ પણ વાંચો, બીજેપીનો સંકલ્પ પત્ર : કલમ 370 અને 35A હટાવવાનું વચન

બીજેપીના અન્ય વાયદા:

સુરક્ષા: રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માત્ર આપણા રાષ્ટ્રીફ સુરક્ષા વિષયો દ્વારા નિર્દેશિત થશે. આતંકવાદ અને ઉગ્રવાદની વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિને પૂરી દૃઢતાથી ચાલે રાખશે. સુરક્ષા દળોને આતંકવાદીઓનો સામનો કરવા માટે ફ્રી હેન્ડ નીતિ ચાલુ રહેશે.

સાંસ્કૃતિક વારસો: બંધારણીય ઢાંચા હેઠળ તમામ પાસાઓ પર વિચાર કરતાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આવશ્યક પ્રયાસ. ગંગોત્રીથી ગંગા સાગર સુધી ગંગા નદીનો સ્વચ્છ, અબાધિત પ્રવાહ સુનિશ્ચિ કરવો. સમાન નાગરિક સંહિતા લાવવા માટે દૃઢ પ્રતિબદ્ધતા.

લોકસભા, વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજ માટે એક સાથે ચૂંટણીના મુદ્દે સર્વસંમતિ બનાવવી: પ્રભાવી શાસન અને પારદર્શી નિર્ણયના માધ્યમથી ભારતને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવો. સાર્વજનિક સેવાઓની સમયબદ્ધ આપૂર્તિ માટે સેવા આપૂર્તિનો અધિકારી સુનિશ્ચિત કરવો.
First published: April 8, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading