Home /News /national-international /કાકા શિવપાલ યાદવ ભત્રીજા સામે ચૂંટણી લડશે, 31 ઉમેદવારોની યાદી જાહેર

કાકા શિવપાલ યાદવ ભત્રીજા સામે ચૂંટણી લડશે, 31 ઉમેદવારોની યાદી જાહેર

કાકા શિવપાલ સાથે ભત્રીજો અક્ષય સામ સામે લડશે.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કવાયતમાં લાગેલા શિવપાલ યાદવને ભાવ ન મળતા આજે તેમણે આજે અયૂબ ખાનની પીસ પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું હતું.

    ન્યૂઝ 18 ગુજરાતી: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના સ્થાપક શિવપાલ યાદવે મંગળવારે 31 લોકસભા બેઠકોના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. શિવપાલ પોતે ફિરોઝાબાદથી ચૂંટણી લડશે. આ સીટ પર સમાજવાદી પાર્ટીએ વર્તમાન સાંસદ અક્ષય યાદવને ટિકિટ આપી છે. અક્ષય રામગોપાલ યાદવના પુત્ર છે, અને શિવપાલના ભત્રીજા છે.

    કોંગ્રેસ સાથે ગઠબંધનની કવાયત કરી રહેલા શિવપાલને ભાવ ન મળતા અંતે તેમણે ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમણે ડૉ. અયૂબ ખાનની પીસ પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. આ લિસ્ટ બાદ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં કોઈની સાથે ગઠબંધન નહીં થાય. કારણ કે શિવપાલે કોંગ્રેસે જ્યાં જ્યાં ઉમેદવારો ઉતાર્યા છે, ત્યાં ત્યાં પોતાના ઉમેદવારોને ટિકિટ આપી છે. આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે, શિવપાલ સામે પડકાર ખૂબ મોટો રહેશે.

    આ પણ વાંચો: DMKનો ચૂંટણી ઢંઢેરો: રાજીવ ગાંધી હત્યા કેસનાં કેદીઓને છોડાવીશું

    શિવપાલે જે 30 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, તેમાં પશ્વિમ યૂપી અને રૂહેલખંડની સીટોનો સમાવેશ થાય છે. શિવપાલે જાતિના સમીકરણો પણ ચકાસ્યા છે. પ્રથમ લિસ્ટમાં તેણે 6 મુસ્લિમ 6 યાદવને ટિકિટ આપી છે. જ્યારે 3 બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genrel election 2019, Loksabha election 2019

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन