Home /News /national-international /

તમિલનાડુ: BJP-AIADMKએ કોંગ્રેસને પછાડી PMKની સાથે ગઠબંધન કરી લીધું

તમિલનાડુ: BJP-AIADMKએ કોંગ્રેસને પછાડી PMKની સાથે ગઠબંધન કરી લીધું

તમિલનાડુના મુખ્ય મંત્રી પલનિસ્વામી અને ઉપમુખ્ય મંત્રી પનીરસેલવમ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર (તસવીર: PTI)

એસ રામમોહનદાસનો પક્ષ PMK ઉત્તર તમિલનાડુમાં ઓબીસી વાણિયાર સમુદાયમાં મજબૂત પકડ ધરાવે છે.

  ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીના ભણકારાની વચ્ચે ભાજપ ગઠબંધન મોડમાં આવી ગયો છે. આજે ભાજપ તમિલનાડુમાં સહયોગી પક્ષ AIDMK સાથે મળીને વધુ એક સ્થાનિક પક્ષ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની જાહેરાત કરશે. આજે ચેન્નાઈમાં એક પત્રકાર પરિષદ યોજી અને આ ગઠબંધનની જાહેરાત કરાશે.

  BJP-AIADMKની યુતિ સાથે હવે ઉત્તર તમિલનાડુમાં ઓબીસી વાણિયાર સમુદાયમાં મજબૂત પકડ ધરાવતા નેતા એસ. રામમોહનદાસના પક્ષ પટ્ટાલી મક્કલ કાત્ચી PMK સાથે જોડાણ કર્યુ છે. એવી ચર્ચા હતી કે કોંગ્રેસ આ પક્ષ સાથે ગઠબંધન કરશે જોકે, કોંગ્રેસને પછાડીને ભાજપે રાતો રાત આ પક્ષ સાથે ગોઠવણ કરી લીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છએ.

  AIDMKના વરિષ્ઠ નેતાએ ન્યૂઝ 18 સાથે નીવાતચીતમાં જણાવ્યું હતું કે PMK લોકસભા 2019માં NDA સાથે ચૂંટણી લડશે. આ પક્ષનો તમિલનાડુમાં 5-10 વોટ શેર છે. ગત એક મહિનાથી આ ગઠબંધનની કવાયત શરૂ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, એક ઉદ્યોગપતિએ આ ગઠબંધન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. PMK વર્ષ 2014માં NDAનો ભાગ હતું પરંતુ તેના સાંસદે મંત્રીપદનો ઇન્કાર કર્યા બાદ એવી ચર્ચા હતી કે કોંગ્રેસ સાથે તેઓ ગઠબંધન કરશે.

  તમિલનાડુમાં 18 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે થાય તેમાં ચર્ચા છે. આ પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ AIDMKએ બહુમતી જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 11 બેઠકો જીતવી અનિવાર્ય છે. સુત્રોના જણાવ્યા મુજબ, તમિલનાડુના પ્રભારી પિયુશ ગોયલ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી પલાનિસ્વામી, અને ઓ પનીર સેલવમની હાજરીમાં ગઠબંધનની જાહેરાત કરે તેવી શક્યતા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: AIDMK, Loksabha-2019, PMK, Politcs, Tamilnadu, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन