ન્યૂઝ 18 ગુજરાતી: રોજગારીના મુદ્દે વડાપ્રધાન મોદી પર હુમલો કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે કે ભારતના વડાપ્રધાન મજાક છે. દેશમાં 1993-94 બાદ પુરૂષ રોજગારી સૌથી તળિયે હોવાના અહેવાલના પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે ટ્વીટ કરીને કહ્યું, કહ્યું, “ મારી જાણકારીમાં એવું હતું કે ભારતમાં રોજ 450 નોકરીની તકો સર્જાય છે. પરંતુ વડાપ્રધાન મોદીની નીતિઓના કારણે વર્ષ 2018માં એક કરોડ નોકરીઓ ઝુટવાઈ ગઈ હતી. આ મુજબ, વર્ષ 2018માં રોજની 27,000 નોકરીઓ પ્રતિદિન ભારતમાંથી ગઈ. ભારતના વડાપ્રધાન મજાક છે.”
સવારે મણિપુરમાં એક સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું “ વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ એક કરોડ નોકરીઓ નષ્ટ કરી. આ તેમની અણઆવડતની નિશાની છે. તેની સામે બે કરોડ રોજગારી આપવાનો વડાપ્રધાનનો વાયદો હાસ્યાસ્પદ છે. ”
I thought India was producing 450 jobs a day.
Turns out Modi’s policies destroyed 1 crore jobs in 2018.
સરકારને રોજગારીના મુદ્દે ઘરેતા કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સૂરજેવાલાએ કહ્યું હતું કે દેશના ચોકીદાર 4.7 કરોડ યુવાનોની બેરોજગારી માટે જવાબદાર છે.તેમણે કહ્યું, “ મોદીજી 4.7 કરોડ નોકરીઓ ખાઈ ગયા. ભાજપની પકોડા નીતિના કારણે 7.7 કરોડ યુવાનોની નોકરીઓ ગઈ. ”
વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ રોજગારના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ દેશમાં 2 કરોડ નોકરીઓ ગઈ છે. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસના ડેટાને ટાંકીને સિબ્બલે જણાવ્યું હતું કે વર્ષ 2011-12માં પુરૂષોની રોજગારી 30.4 કરોડ હતી જે વર્ષ 2017-18માં ઘટીને 28.6 કરોડ થઈ છે.વર્ષ 2011-12ની સરખામણીએ અત્યારસુધીમાં 4.7 કરોડ રોજગારનું ધોવાણ થયું છે, જે સાઉદી અરેબિયાની વસતિ કરતાં વધારે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર