ઓડિશા : કટકમાં ટ્રેન દુર્ઘટના, 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 40થી વધુ મુસાફરો ઘાયલ

મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતરીને સામેથી આવતી ટ્રેનના ગાર્ડ વાન સાથે ટકરાયાં

મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતરીને સામેથી આવતી ટ્રેનના ગાર્ડ વાન સાથે ટકરાયાં

 • Share this:
  કટક : ઓડિશાના કટકથી રેલ દુર્ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી 40થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જ્યારે 6 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના કટકના નરગુંડી રેલવે સ્ટેશનની પાસે થઈ છે. અહેવાલો મુજબ, મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ (Mumbai-Bhubaneswar Lokmanya Tilak Terminus Express) પાટા પરથી ઉતરી ગઈ. અત્યાર સુધી મળતી જાણકારી મુજબ, ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.


  મળતા અહેવાલો મુજબ, લોકમાન્ય તિલક એક્સપ્રેસની ટક્કર માલગાડી સાથે થઈ. પાટા પરથી ઉતરી પડેલા ડબ્બા અન્ય ટ્રેક પરની ટ્રેનના ગાર્ડ વાન સાથ ટકરાયા જેના કારણે અનેક મુસાફરો ઘાયલ થયા. ટ્રેનના ડબ્બા પાટા પરથી કેમ ઉતરી ગયા તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ટીમે રાહત અને બચાવ કામ શરૂ કરી દીધું છે.

  દુર્ઘટનાની જાણ થતાં જ રેલવે એક્સિડન્ટ મેડિકલ વેન ઘટનાસ્થળે માટે રવાના થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દુર્ઘટના પાછળ ગાઢ ધુમ્મસ કારણભૂત હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે લાગેલી રાહત ટીમે ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડ્યા છે. સવારે 7 વાગ્યાની આસપાસ સલગાંવ અને નેરગુંડી સ્ટેશનની વચ્ચે આ ઘટના બની હતી.  ટ્રેન દુર્ઘટના વિશેની વધુ જાણકારી હેલ્પલાઇન નંબર 1072 ઉપર પણ મેળવી શકાય છે. ઈસ્ટ કૉસ્ટ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસરે જણાવ્યું કે, સલાગાંવની નજીક લોકમાન્ય તિલક એક્સપ્રેસમાં ઘાયલ લોકોની મદદ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, બરફના તોફાનમાં જવાન થયો શહીદ, 2 મહિના પહેલા જ બન્યો હતો પિતા
  Published by:Mrunal Bhojak
  First published: