મહિલા સરપંચ પાસે મળી કરોડોની સંપત્તિ, બે આલિશાન બંગલા, 30 હેવી વાહનો

રીવા (Rewa) જિલ્લાના બૈજનાથ ગામની મહિલા સરપંચ (sarpanch )પાસે લોકોયુક્તની રેડ (lokayukta raids) દરમિયાન કરોડોની સંપત્તિ મળી આવી

લોકાયુક્ત પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી લગભગ 11 કરોડ રૂપિયાથી વધારે બ્લેક સંપત્તિ મળી આવી, ઘરમાં લાખોના સોના-ચાંદીના ઘરેણા

 • Share this:
  રીવા, મધ્ય પ્રદેશ : રીવા (Rewa) જિલ્લાના બૈજનાથ ગામની મહિલા સરપંચ (sarpanch )પાસે લોકોયુક્તની રેડ (lokayukta raids) દરમિયાન કરોડોની સંપત્તિ મળી આવી છે. એક નાના ગામની સરપંચની જાહોજલાલી એવી હતી કે ઘરમાં સ્વિમિંગ પૂલ પણ બનાવી રાખ્યો હતો. લોકાયુક્તે (lokayukta)જ્યારે તેમના ઘરે રેડ કરી તો હાઇવા ટ્ર્ક સહિત 30 ભારે વાહનો ઉભા હતા. મકાન અને જ્વેલરીનો તો કોઇ હિસાબ જ ન હતો.

  રિવાના બૈજનાથ ગામમાં સવારે 4 વાગે લોકાયુક્ત પોલીસની ટીમે મહિલા સરપંચ સુભા જીવેન્દ્ર સિંહ ગહરવારના ઘરે રેડ કરી હતી. લોકાયુક્તની ટીમ સરપંચના ઘરની જાહોજલાલી જોઈને દંગ રહી ગઈ હતી. તેમના ઘરેથી કુલ 11 કરોડથી વધારેની સંપત્તિ મળી છે. ઘરમાં લાખોના સોના-ચાંદીના ઘરેણા, 26 ભૂખંડ સહિત 30 ભારે વાહનો મળી આવ્યા છે. કરોડોના મકાન અને ઘરમાં સ્વિમિંગ પૂલ પણ છે.

  આ પણ વાંચો - અમદાવાદ : જેલમાં 14 વર્ષની સજા કાપ્યા બાદ થયું હ્યદય પરિવર્તન, કેદીમાંથી બન્યો શિક્ષક

  મહિલા સરપંચનો આલિશાન બંગલો


  આલિશાન બંગલો

  લોકાયુક્ત પોલીસની ટીમે દસ્તાવેજ જોયા પછી સરપંચના ઘરેથી 30 હેવી વાહનો જપ્ત કર્યા છે. જેમાં ચૈન માઉન્ટેન, જેસીબી મશીન, હાઇવા ટ્રક, ડમ્પર, લોડર મશીન, પાણીના ટેન્કર, સ્કોર્પિયો, બોલેરો સહિત ઘણા વાહનો સામેલ છે. આ સિવાય સરપંચના 1-1 એકરમાં બનેલા કરોડો રૂપિયાના બે મકાનની પણ માહિતી મળી છે. મકાટ એટલા આલિશાન છે કે તેમાં સ્વિપિંગ પૂલ પણ છે. સાથે 20 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા પણ લોકાયુક્તની ટીમને હાથ લાગ્યા છે. સરપંચ સુભા જીવેન્દ્ર સિંહ ગહરવારના લગભગ 36 ભૂખંડ છે. જેમાં 12 ભૂખંડની રજિસ્ટ્રી મળી છે. બાકીની જાણકારી મેળવવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - Video: અમેરિકી મદદગારને તાલિબાને આપ્યું ક્રૂર મોત, USના હેલિકોપ્ટર પર લાશને લટકાવીને ફેરવી

  11 કરોડની બ્લેકની કમાણી

  મહિલા સરપંચના અગ્રીકલ્ચર પ્લોટ વિશે પણ માહિતી મળી છે. જેમાં ઘણાની રજીસ્ટ્રી પણ થઇ નથી. બતાવવામાં આવી રહ્યું છે કે લોકાયુક્ત પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી લગભગ 11 કરોડ રૂપિયાથી વધારે બ્લેક સંપત્તિ મળી આવી છે. હજુ પણ વધારે સંપત્તિ મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

  સવારે 4 કલાકે રેડ

  મહિલા સરપંચ સામે લોકાયુક્ત પોલીસને આવકથી વધારે સંપત્તિની ફરિયાદ મળી હતી. તે પછી લોકાયુક્ત પોલીસની ટીમે કોર્ટથી સર્ચ વોરન્ટ લઇને તેમના ઘરે સવારે 4 કલાકે રેડ કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: