બેંગલુરુઃ લોકાયુક્ત પર ચાકુથી હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

કર્ણાટકના મુખ્યમંત્રી સાથે લોકાયુક્ત શેટ્ટી

આ સમયે હુમલાખોર ત્યાં પહોંચ્યો હતો અને શેટ્ટી પર હુમલો કરી દીધો હતો. શેટ્ટી પર ચાકુથી અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા.

 • Share this:
  કર્ણાટકના લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી પર એક વ્યક્તિએ હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે તેમના ઉપર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરનું નામ તેજસ શર્મા બતાવવામાં આવી રહ્યું છે, તેમજ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. શેટ્ટીને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં માલ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

  રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી બુધવારે સવારે પોતાની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા હતા. આ સમયે હુમલાખોર ત્યાં પહોંચ્યો હતો અને શેટ્ટી પર હુમલો કરી દીધો હતો. શેટ્ટી પર ચાકુથી અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા.

  કર્ણાટકના ગૃહમંત્રી રામાલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે, હાલમાં શેટ્ટી ખતરાથી બહાર છે. તેમણે જણાવ્યું કે, 'મેં પોલીસ કમિશનર સાથે વાત કરી છે. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમજ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.'  બેંગલુરુના એક પોલીસ અધિકારીઓ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, તેજસ શર્મા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક કેસના સંબંધમાં બપોરે 1.30 વાગ્યે અહીં આવ્યો હતો. લોકાયુક્ત ચેમ્બરમાં ઘૂસતાની સાથે જ તેણે તેમની પર હુમલો કરી દીધો હતો.

  લોકાયુક્ત ઓફિસમાં ઘૂસતા પહેલા હુમલાખોરે વિજિટર બુકમાં એન્ટ્રી કરી હતી. સૂત્રનો દાવો છે કે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા 18 જેટલા કેસની માહિતી લેવા માટે અહીં પહોંચ્યો હતો.

  બીજી તરફ હુમલાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. બીજેપી અને જેડીએસે કોંગ્રેસ પાર્ટી પર ન્યાય અને વ્યવસ્થા ન સંભાળી સકવાનો આક્ષેપ લગાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાએ ઘટનાની નિંદા કરી છે તેમજ આ હુમલાના સિદ્ધારમૈયાની સરકારની નિષ્ફળતા ગણાવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: