Home /News /national-international /

આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાહી માટે લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ

આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાહી માટે લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ

લોકસભામાં આઝમ ખાન

ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન આઝમ ખાને સભાપતિની ખુરશી પર બેઠેલા રમા દેવી પર અંગત અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

    આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાહી માટે લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. તેમની વિરુદ્ધ એક્શન લેવા માટે સ્પીકરને અધિકાર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુરુવારે લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન રામપુરથી એસપી સાંસદ આઝમ ખાને સભાપતિની ખુરશી પર બેઠેલા રમા દેવી પર અંગત અને વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને સંસદમાં ઘણો હોબાળો થયો હતો.

    આઝમ ખાન મામલામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, તેઓ તમામ પક્ષોના નેતાઓની સાથે બેઠક કરી આ વિશે કોઈ નિર્ણય લેશે.

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું, આઝમ ખાન રાજીનામાનું નાટક કરી રહ્યા હતા

    આજે લોકસભામાં ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આવા નિવેદન માટે આઝમ ખાનને કોઈ પણ સ્થિતિમાં માફી માંગવી જોઈએ. તેઓએ કહ્યું કે, આ એવું સ્થળ નથી જ્યાં કોઈ સ્ત્રીની આંખોમાં જોવામાં આવે. ઈરાની મુજબ આઝમ ખાન રાજીનામાનું નાટક કરી રહ્યા હતા.

    આ પણ વાંચો, ગાય એક જ એવું પ્રાણી છે જે ઓક્સિજન છોડે છે: ઉત્તરાખંડના CM

    સ્મૃતિ ઈરાનીએ આગળ કહ્યું કે, મારા 7 વર્ષના સંસદીય કાર્યકાળમાં કોઈ પુરુષે આ પ્રકારની હરકત નથી કરી, આ ગૃહ મહિલા સાથે જોડાયેલું નથી પરંતુ સમગ્ર સમાજ સાથે જોડાયેલું છે. મહિલા કોઈ પણ પક્ષની હોય મામલો આ ગૃહનો વિશેષાધિકારનો છે અને કોઈને મહિલાનું અપમાન કરવાનો હક નથી.

    રમા દેવીએ શું કહ્યું?

    આ પહેલા ભાજપ સાંસદ રમા દેવીએ આઝમ ખાન દ્વારા તેમની ઉપર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે, આઝમ ખાને ક્યારેય સ્ત્રીઓની ઈજ્જત નથી કરી. આપણે સૌ જાણીએ છીએ કે તેઓએ જયા પ્રદાને લઈ શું કહ્યું હતું. તેમને લોકસભામાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું સ્પીકરને આઝમ ખાનને સસ્પેન્ડ કરવાનો અનુરોધ કરીશ. આઝમને પોતાના નિવેદજ માટે માફી માંગવી જોઈએ.

    આ પણ વાંચો, કારગિલ વિજય દિવસ : આ જવાનોની શહાદત દેશ ક્યારેય નહીં ભૂલે

    આઝમ ખાને કરી હતી વ્યક્તિગત ટિપ્પણી

    નોંધનીય છે કે, ગુરુવારે લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન રામપુરથી એસપી સાંસદ આઝમ ખાને સભાપતિની ખુરશી પર બેઠેલા રમા દેવી પર અંગત અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને સંસદમાં ઘણો હોબાળો થયો હતો. જોકે હોબાળા બાદ આઝમ ખાન લોકસભાની કાર્યવાહી છોડી ચાલ્યા ગયા હતા.

    અખિલેશ યાદવે કર્યો બચાવ

    અખિલેશ યાદવે આઝમ ખાનનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમની ભાષા અને ભાવના ખોટી નહોતી. અખિલેશે આવું કહેતા જ સત્તા પક્ષે હોબાળો શરૂ કરી દીધો. તેની પર અખિલેશ યાદવે સત્તા પક્ષના નેતાઓને અસભ્ય કહી દીધા. આ વાતથી નારાજ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને ગૃહમાં માફી માંગવા કહ્યું.

    આ પણ વાંચો, કારગિલ યુદ્ધ સમયે મોદી સૈનિકોને મળ્યા હતા, શેર કરી યુદ્ધ સમયની તસવીરો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Om Birla, Parliament, Smriti Irani, આઝમ ખાન, ભાજપ, લોકસભા, સમાજવાદી પાર્ટી

    આગામી સમાચાર