હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકશે પોતાનું OBC લિસ્ટ, લોકસભામાં બિલ પાસ

હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકશે પોતાનું OBC લિસ્ટ, લોકસભામાં બિલ પાસ

OBC Constitution 127th Amendment Bill: લોકસભામાં (lok sabha) પક્ષ-વિપક્ષ બધાએ બિલના સમર્થનમાં વોટ આપ્યા, બિલના સમર્થનમાં 385 વોટ જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો ન હતો

  • Share this:
    નવી દિલ્હી : રાજ્યોને પોતાના ઓબીસી (અન્ય પછાત વર્ગ) લિસ્ટ (obc list)બનાવવાનો અધિકાર આપનાર સંવિધાન સંશોધન વિધેયકને (obc amendment bill pass)મંગળવારે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં (lok sabha) પક્ષ-વિપક્ષ બધાએ બિલના સમર્થનમાં વોટ આપ્યા હતા. બિલના સમર્થનમાં 385 વોટ જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો ન હતો. લોકસભામાં સરકારે સોમવારે ઓબીસી સંબંધિત (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું, જે રાજ્યને સરકાર અને સંઘ રાજ્ય ક્ષેત્રને સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંય રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી તૈયાર કરવા માટે સશક્ત બનાવે છે. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે (Virendra Kumar)અન્ય પછાત વર્ગ સંબધિત સંવિધાન (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે 5 મે ના રોજ એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યોને સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને નોકરી અને એડમિશનમાં અનામત આપવાનો અધિકાર નથી. આ માટે જજોએ 102ના સંવિધાનનો હવાલો આપ્યો હતો.

    આ પણ વાંચો - સમગ્ર દેશમાં હવે એક નંબર ડાયલ કરતા જ મળી જશે LPG કનેક્શન, મિસ્ડ કોલ કરીને ભરાવો સિલિન્ડર, જાણો સમગ્ર પ્રોસેસ

    વિધેયકના ઉદ્દેશ્યો અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે સંવિધાન 102મું અધિનિયમ 2018ને પારિત કરતા સમયે ઉદ્દેશ્ય એ હતો કે આ સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની કેન્દ્રીય સૂચિથી સંબંધિત છે. આ એ તથ્યને માન્યતા આપે છે કે 1993માં સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંયની કેન્દ્રીય સૂચીની જાહેરાત પૂર્વ ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અન્ય પછાત વર્ગોની પોતાની રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી છે.

    ગૃહમાં સતત વિરોધ કરી રહેલો વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે જોવા મળ્યો. કાર્યવાહી દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે અન્ય પછાત વર્ગના કલ્યાણ સાથે સંબંધિત આ બિલને પાસ કરાવવા ઈચ્છીએ છીએ.

    સદનમાં આજે અને આવતીકાલે ઘણાં મહત્વના બિલ પાસ કરવામાં આવી શકે છે. ગૃહમાં યથાવત ચર્ચા વચ્ચે ભાજપે વ્હિપ જાહેર કરી પોતાના તમામ સાંસદોને 10 અને 11 ઓગસ્ટે બંને ગૃહમાં અને અન્ય બેઠકોમાં હાજર રહેવાનું કહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published: