લોકસભા: ફરી પાસ ત્રણ તલાક બિલ, પક્ષમાં પડ્યા 303 વોટ, વિરોધમાં માત્ર 82

લોકસભા: ફરી પાસ ત્રણ તલાક બિલ, પક્ષમાં પડ્યા 303 વોટ, વિરોધમાં માત્ર 82
પ્રતિકાત્મક તસવીર

આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો

 • Share this:
  લોકસભાના ચોમાસુ સત્રમાં ગુરૂવારે ટ્રિપલ તલાક બિલ રજુ કરવામાં આવ્યું. બિલ પર દિવસભર ચર્ચા ચાલી અને સાંજે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું. આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો.

  આ બિલ ગત લોકસભામાં જ પાસ થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં આ બિલ પાછુ કરી દેવામાં આવ્યું હતું. 16મી લોકસભાનો કાર્યકાળ ખતમ થયા બાદ મોદી સરકાર કેટલાક ફેરફાર સાથે આ બિલ ફરી લઈને આવ્યું. આ સાથે જ સંસદીય કાર્યમંત્રીએ સત્રને 7 ઓગષ્ટ સુધી વધારવાની માંગ કરી હતી. ત્યારબાદ લોકસભા સ્પીકરની મંજૂરીથી આને 7 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવ્યું છે.  તેની પાછળ સરકારનો તર્ક હતો કે, 17 ધારાસભ્ય બાકી છે અને મોટી સંખ્યામાં સરકારી કામકાજ બાકી છે. એવામાં સંસદ સત્રનો સમય વધારવાની જરૂરત છે.

  આ પણ વાંચો - લોકસભામાં ઔવેસી બોલ્યા, ઈસ્લામમાં લગ્ન કોન્ટ્રાક્ટ, તેને જન્મોનું બંધન ન બનાવો

  બિલ પર ચર્ચા પ્રસ્તાવ વોટિંગ બાદ પાસ
  લોકસભામાં ત્રણ તલાક બિલને વિચાર માટે રજૂ કરવા માટે વોટિંગ કરવામાં આવ્યું. જેમાં બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. આ સાથે જ બિલને રજૂ કરવાનો પ્રસ્તાવ પારિત થઈ ગયો. હવે બિલ પર સંશોધન પર વોટિંગ થઈ રહ્યું છે. ઓવૈસી દ્વારા લાવવામાં આવેલા સંશોધનને લોકસભામાં ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યું. ઓવૈસીનું બીજુ સંશોધન પણ ખારિજ થઈ ગયું.

  આ પણ વાંચોત્રણ તલાકનાં સુધારા બિલમાં શું હશે નવું, જાણો આ મહત્વની વાતો
  First published:July 25, 2019, 21:34 pm