સરકારી બંગલામાં રહેતા પૂર્વ સાંસદોને નીકાળવા વિજળી-પાણીના કનેક્શન કપાશે

News18 Gujarati
Updated: October 15, 2019, 5:35 PM IST
સરકારી બંગલામાં રહેતા પૂર્વ સાંસદોને નીકાળવા વિજળી-પાણીના કનેક્શન કપાશે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
કેન્દ્ર સરકારે નિર્ધારીત સમયથી વધુ સમય સુધી સરકારી આવાસમાં રહી રહેલા પૂર્વ સાંસદોને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. લોકસભા આવાસ સમિતિએ મંગળવારે એક નિર્દેશ જાહેર કર્યો છે. જેમાં હજી સુધી બંગલા ખાલી ન કરનાર 27 પૂર્વ સાંસદોના સરકારી આવાસના વિજળી, પાણી અને ગેસના કમેક્શનને કાપી નાંખવામાં આવશે. સાથે જ લોકસભા સમિતિથી પૂર્વ સાંસદથી બંગલા ખાલી કરવા માટે પોલીસની પણ મદદ લેવામાં આવશે.

બીજેપી સાંસદ સીઆર પાટિલની અધ્યક્ષતામાં લોકસભા આવાસ સમિતિએ આ નિર્ણય નક્કી કર્યો છે. જે મુજબ લુટિયંસ દિલ્હીમાં પૂર્વ સાંસદોને આપેલા સરકારી બંગલાને ખાલી કરવા માટે પોલીસની મદદ લેવામાં આવશે. સામાન્ય રીતે નિયમ એ છે કે પૂર્વ સાંસદોએ લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર સરકારી મકાન ખાલી કરવા પડે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનમાં ફરી ભાજપની સરકાર આવતા કેન્દ્રીય કેબિનેટના કહેવાથી 25 મેના રોજ જ 16મી લોકસભાના તત્કાલ પ્રભાવથી ભંગ કરવાનો નિર્ણય લીધો હતો.

16મી લોકસભાને ભંગ થયાને ચાર મહિના વીત્યા છે તેમ છતાં પૂર્વ સાંસદ સરકારી બંગલા ખાલી કરવા તૈયાર નથી. આ કારણે નવા ચૂંટાયેલા સાંસદોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને વેસ્ટર્ન કોર્ટ કે ગેસ્ટ હાઉસમાં રહેવું પડે છે. સાથે જ નવા સાંસદોની વારંવાર માંગણી કરવા છતાં લોકસભા આવાસ સમિતિ તેમને નવા સરકારી મકાનો નથી આપી રહી. કારણ કે પૂર્વ સાંસદો આ મકાનો ખાલી નથી કરી રહ્યા.
First published: October 15, 2019
વધુ વાંચો
अगली ख़बर