બિહારમાં એનડીએના સહયોગી દળ બીજેપી, જેડીયુ અને એલજેપી વચ્ચે સીટોની વહેંચણીનો નિર્ણય લેવાઈ ગયો છે. પટનામાં રવિવારે ત્રણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી સીટની વહેંચણીની જાહેરાત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, બીજેપી અને જેડીયૂ 17-17 સીટો પર જ્યારે લોજપા 6 સીટો પર ચૂંટણી લડશે.
જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે પટનામાં પત્રકારો સાથે વાતચીત બાદ આ લીસ્ટ જાહેર કર્યું. એનડીએએ સીટોની વહેંચણીની સાથે એ વાતની પણ જાહેરાત કરી કે, ટુંક સમયમાં ઉમેદવારના નામ પણ જાહેર કરવામાં આવશે.
બીજેપીને મળી કઈ બેઠક - ભાગમાં પટનાની બે સીટો સિવાય મુજફ્ફરપુર, ઉજિયારપુર, મોતિહારી, બેતિયા, બેગૂસરાય, શિવહરી, મધુબની, દરભંગા, બાંકા, અરરિયા, છપરા, મહારાજગંજ, સાસારામ, આરા અને બક્સરની સીટો મળી છે.
એલજેપીને મળી કઈં બેઠક - હાજીપુર, વૈશાલી, જુમુઈ, સમસ્તીપુર, ખગડિયા અને નવાદ સીટ પર ચૂંટણી લડશે.
આ બાજુ બિહારમાં વિપક્ષી મહાગઠબંધનમાં સીટોની વહેંચણીનો પેચ ફસાતો જોવા મળી રહ્યો છે. મહાગઠબંધનના ઘટક દળો આરજેડી, કોંગ્રેસ, રાલોસપા અને હમ વચ્ચે સીટોને લઈ હજુ સુધી સહમતી નથી થઈ શકી. આ બધા વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટ કર્યું છે કે, જો કોંગ્રેસે પોતાનો અહંકાર ન છોડ્યો તો, સહયોગી દળ તેનો સાથ છોડી શકે છે. આ બધા વચ્ચે સમાચાર છે કે, તેજસ્વી આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર