દિલ્હીમાં AAP સાથે ગઠબંધન અંગે ફરી વિચારી રહી છે કોંગ્રેસ

News18 Gujarati
Updated: March 5, 2019, 11:57 AM IST
દિલ્હીમાં AAP સાથે ગઠબંધન અંગે ફરી વિચારી રહી છે કોંગ્રેસ
ફાઇલ તસવીર: રાહુલ ગાંધી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને લઇને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની સંભાવના જોવાઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી હેડક્વાર્ટરમાં તમામ નેતાઓ અને પદાધિકારીઓની મહત્વની બેઠક બોલાવી છે. આમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે ચર્ચા થશે. માનવામાં આવી રહ્યું છે કે, આજેની મીટિંગમાં જ ગઠબંધનને લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પહેલાં લોકસભાની ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઇને વાતચીત થઇ હતી. પરંતુ સીટની વહેંચણી મામલે બન્ને પાર્ટી વચ્ચે સહમતિ સધાઇ ન હતી.

ત્યાં જ, હવે રાહુલ ગાંધીની મીટિંગને જોતાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે લોકસભા ઉમેદવારોની પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી છે. જે બપોરે 12 વાગ્યે બોલાવવામાં આવી હતી.

AAPએ 2 માર્ચે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીની સાતમાંથી છ સીટો પર તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. દિલ્હી પ્રદેશ સંયોજક અને કેબિનેટ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે, હાલમાં જ જંતર મંતર પર મહાગઠબંધન રેલી બાદ શરદ પવારના ઘરે થયેલી મીટિંગમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોઇપણ પ્રકારના ગઠબંધન અંગે ઇનકાર કર્યો હતો.

આ પહેલાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ શીલા દીક્ષિતે પણ AAP સાથ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. શીલા દીક્ષિતનું કહેવું હતું કે, કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા સક્ષમ છે. જોકે, રાહુલ ગાંધીએ આજે મીટિંગ બોલાવતાં AAPને કોંગ્રેસ સાથેના ગઠબંધનની વધુ એક આશ દેખાય છે.

આ પણ વાંચો: UPમાં SP-BSP ગઠબંધને કોંગ્રેસને ઓફર કરી લોકસભાની 9 સીટોકોણ છે AAPના ઉમેદવાર?

પૂર્વ દિલ્હીથી આતિશી માર્લેના, દક્ષિણ દિલ્હીથી રાઘવ ચઢ્ઢા, ચાંદની ચોકથી પંકજ ગુપ્તા, ઉત્તર પૂર્વ દિલ્હીથી દિલીપ પાંડે, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ગગન સિંહ અને નવી દિલ્હી લોકસભાની સીટ પરથી બૃજેશ ગોયલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ દિલ્હીની સીટ પર ઉમેદવાર અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.
First published: March 5, 2019, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading