પટનામાં NDAની સંકલ્પ રેલી આજે, 9 વર્ષ બાદ એક મંચથી ચૂંટણી બ્યૂગલ ફૂંકશે મોદી-નીતીશ

News18 Gujarati
Updated: March 3, 2019, 10:48 AM IST
પટનામાં NDAની સંકલ્પ રેલી આજે, 9 વર્ષ બાદ એક મંચથી ચૂંટણી બ્યૂગલ ફૂંકશે મોદી-નીતીશ
નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર (ફાઇલ ફોટો)

એનડીએ નેતાઓનો દાવો છે કે સભામાં 5 લાખથી વધુ લોકો એકત્ર થશે અને બિહારની તમામ રેલીઓની ભીડનો રેકોર્ડ તોડી દેશે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારની રાજધાની પટનામાં લોકસભા ચૂંટણી અભિયાનનું બ્યૂગલ ફૂંકશે. ગાંધી મેદાનમાં આયોજિત થઈ રહેલી આ સંકલ્પ રેલમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ઉપસ્થિત રહેશે. 9 વર્ષના બાદ પીએમ મોદી અને સીએમ નીતીશ કુમાર એક સાથે જોવા મળશે. છેલ્લી વાર નીતીશ કુમારે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન લુધિયાનામાં એનડીએની રેલીમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાન મોદી સવારે 11:45 વાગ્યે પટના એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધના ગાંધી મેદાન જશે. સંકલ્પ રેલીના મંચ પર બિહારના લોકોની વચ્ચે બપોરે 1:30 વાગ્યા સુધી રહેશે. એનડીએ નેતાઓનો દાવો છે કે સભામાં 5 લાખથી વધુ લોકો એકત્ર થશે અને બિહારની તમામ રેલીઓની ભીડનો રેકોર્ડ તોડી દેશે.

આ રેલીમાં પીએમ મોદી અને સીએમ નીતીશ કુમાર ઉપરાંત ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, જેડીયૂ પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે. જોકે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમાં સામેલ નહીં થાય.

આ પણ વાંચો, આસામના આ ગામમાં 500 વર્ષ જૂના શિવ મંદિરની મુસ્લિમ પરિવાર રાખે છે દેખરેખ
First published: March 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading