આ લોકસભા ચૂંટણીમાં મારી સામે કોઈ નથી, 2024માં જોયું જશે: PM મોદી

News18 Gujarati
Updated: March 29, 2019, 1:50 PM IST
આ લોકસભા ચૂંટણીમાં મારી સામે કોઈ નથી, 2024માં જોયું જશે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

પીએમ મોદીએ કહ્યું કે મહાગઠબંધનનું ગણિત નહીં ચાલે. નામાંકન બાદ વિપક્ષ વધુ વિખેરાશે

  • Share this:
વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019માં એનડીએની જોરદાર વાપસીની આશા વ્યક્ત કરી છે. શુક્રવારે પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં એનડીએ 300થી વધુ સીટો જીતી ફરીથી કેન્દ્રની સત્તા પર આવશે. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષના ગુણ-ગણિત ફેલ થઈ ગયું છે. જનતાએ 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતવાળી સરકાર ચૂંટી છે. જનમાનસ હવે દેશને અસ્થિરતા તરફ લઈ જવા નથી માંગતું. 2019ની ચૂંટણીમાં મારી સોમ કોઈનું પણ આવવું શક્ય નથી. 2024માં મોદીની વિરુદ્ધ કોઈ પણ મેદાનમાં હોઈ શકે છે. તે જોયું જશે.

પીએમ મોદીએ આ વાતો રિપબ્લિક ભારતને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી. એક સવાલના જવાબમાં કોંગ્રેસને આડે હાથે લેતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ચૂંટણી દરમિયાન વાયદો કરી નવયુવાનોને લૂંટ્યા છે. નહેરુજી પણ ગરીબીની વાત કરતા હતા, ઈન્દિરાજી પણ ગરીબીની વાત કરતા હતા, રાજીવજી પણ ગરીબીની વાત કરતા હતા, સોનિયાજી પણ ગરીબીની વાત કરતા હતા, અને હવે તેમની પાંચમી પેડી પણ ગરીબીની વાત કરી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વિરુદ્ધ મહાભિયોગ લાવનારા, મીડિયા પર પાબંદી કરનારા અને ઇમરજન્સી લગાવનારા લોકો કૃપા કરી મને જ્ઞાન આપે.

આ પણ વાંચો, કેવી સરકાર જોઈએ? દુશ્મનના ઘરમાં ઘૂસીને મારનારી કે મોં છુપાવીને ભાગનારી- PM મોદી

મહાગઠબંધન ફેલ

પીએમ મોદીએ કહ્યું કે મહાગઠબંધનનું ગણિત નહીં ચાલે. નામાંકન બાદ વિપક્ષ વધુ વિખેરાશે. મારું માનવું છે કે દેશ સહમતિના આધારે ચાલે છે. 2019માં સરકાર બન્યા બાદ અમે વિરોધી પાર્ટીઓને સાથે લઈને ચાલીશું.નોકરીઓને લઈને કોંગ્રેસ ફેલાવી રહી છે જૂઠ

પીએમે રોજગારને લઈને પણ કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા. તેઓએ કહ્યું કે આ પાર્ટી નોકરીઓને લઈને માત્ર ભ્રમ અને જૂઠ ફેલાવી રહી છે. જે લોકો ઇપીએફ ભરી રહ્યા છે, તે નોકરી વગરના છે? જે લોકો રસ્તાઓ બનાવી રહ્યા છે, શું તેનાથી તેમને રોજગારી નથી મળતી? કોંગ્રેસ આંકડાઓ વગર ભ્રમ ફેલાવી રહી છે.

આ પણ વાંચો, PM મોદીએ ચાવાળાને તો આ વખતે રંજનબેને 'ચોકીદાર'ને બનાવ્યો ટેકેદાર

મારી દેશભક્તિ પર કોઈ શક ન કરી શકે

પીએમ મોદીએ પુલવામા હુમલાને વિપક્ષના પુરાવા માંગવા અને તેને કાવતરું કરાર કરવાના સવાલ ઉપર પણ પોતાનો મત રજૂ કર્યો. તેઓએ કહ્યું કે, વિપક્ષ બાલાકોટ સ્ટ્રાઇકને ઈમરાન ખાનની સાથે મેચ ફિક્સિંગ ગણાવે છે. આવા સવાલોના જવાબ તે લોકો જ આપી શકે છે જે તેનાથી ટેવાયેલા હોય છે. આ દેશનો કોઈ વ્યક્તિ નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર શક ન કરી શકે. મારું જીવન બોલે છે મને શબ્દોથી બોલવાની જરૂર નથી.

મોદીએ કહ્યું કે, જો આ પ્રકારની વિચારધાર દેશની કોઈ રાજકીય પાર્ટીના નેતૃત્વની પાસે છે, તો ચિંતા દેશને કરવી જોઈએ. આવા મનસ્થિતિના લોકો રાજકીય સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જેને લઈને સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિનું વાતાવરણ છે.


ભાગેડુની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ

વિપક્ષ દ્વારા નીરવ મોદી અને વિજય માલ્યાને ભગાડવાના આરોપ લગાવવાના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, હું સત્તામાં આવ્યો તો મેં દેશ હિતમાં ગુનો કર્યો. મારી સામે બેંકોની સ્થિતિ અને હાલત આવી તો મારી પાસે બે વિકલ્પ હતા. હું ચૂપ રહું કે પછી સ્થિતિઓની ધીમેધીમે સુધારું. મારા સ્વાર્થને છોડીને સ્થિતિ સુધારવાનું શરૂ કર્યું. આ દરમિયાન જે લોકો પૈસા લઈને ભાગી થયા હતા તે ભાગવા લાગ્યા, તેમને લાગ્યું કે જૂની સરકાર આવશે તો પાછા આવી જઈશું. તેના ઉકેલ તરીકે અમે કાયદો બનાવ્યો, ત્યારબાદ દુનિયામાં ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, મહાગઠબંધનની સીટોની જાહેરાત- પાટલીપુત્રથી મીસા, મધેપુરાથી શરદ યાદવ મેદાનમાં

લોકતંત્રમાં વંશવાદ ઘાતક તત્વ

કામદાર અને નામદાર ઉપરાંત વંશવાદના સવાલ પર વડાપ્રધાને કહ્યું કે, દેશ એક પરિવારના કન્ટ્રોલથી ચાલે તે સૌથી ખરાબ વાત છે. વંશવાદ લોકતાંત્રિક ભાવનું મૂળ ઘાતક તત્વ છે. આંધ્રમાં ટીડીપી એક પરિવાર છે. કોંગ્રેસ એક પરિવાર છે. આવા લોકોના વંશવાદની વાત કરવી મીડિયાની જવાબદારી છે. અમે વાત કરીએ છીએ તો તમે એવું લઈને આવો છો કે બીજેપીમાં પણ વંશવાદ છે.

રાફેલ પર પાયાવિહોણા નિવેદનો કરે છે વિપક્ષ

રાફેલ સોદામાં ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાના વિપક્ષના આરોપ પર પીએમ કહ્યું કે, તેઓ મારી પર આરોપ લગાવે છે. અમારી સરકારે દેશમાં સવા કરોડ ઘર બનાવ્યા, તે તો શું અંબાણી માટે બનાવ્યા? અમે 2.5 કરોડ લોકોને વીજળી આપી શું તે ધન્ના શેઠ હતા? 9 કરોડ લોકોને શૌચાલય આપ્યો શું તો અડાણી હતા? વિપક્ષના લોકો પાયાવિહોણું કંઈ પણ બોલતા રહે છે કોઈ તેમને સવાલ તો પૂછો.

પોતાને મહારાજા સમજવા લાગ્યા હતા વાડ્રા

રોબર્ટ વાડ્રાની વિરુદ્ધ કાર્યવાહીમાં વિલંબને લઈને વડાપ્રધાને કહ્યું કે, પહેલા તેઓ પોતાને રાજા મહારાજા સમજતા હતા. કાયદાની કાર્યવાહી કરી છે. પહેલા કોંગ્રેસ વાડ્રાની વિરુદ્ધ કેસ દબાવવા માંગતી હતી. હવે કાર્યવાહી થઈ રહી છે તો તેને રાજકીય દુર્ભાવના કહે છે.

આ પણ વાંચો, કોંગ્રેસે ઉર્મિલા માતોંડકરને આપી ટિકિટ, બીજેપીના ગઢ મુંબઈ ઉત્તરથી લડશે ચૂંટણી

બીજી તરફ, હુર્રિયત નેતાઓ, દેશ વિરોધી ગેંગો પર ફરીથી સત્તામાં આવવા પર કડક કાર્યવાહીના સવાલ પર વડાપ્રધાને કહ્યું કે, હાર્ડ અને સોફ્ટ કંઈ નથી હોતું. દેશ હિત સર્વોપરી છે. કાયદો પોતાનું કામ કરશે.
First published: March 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading