પેપર લિક કૌંભાડનો આરોપી પ્રિયંકા ગાંધીની ટીમમાં: ખબર પડતા હાંકી કાઢ્યો

News18 Gujarati
Updated: February 21, 2019, 12:28 PM IST
પેપર લિક કૌંભાડનો આરોપી પ્રિયંકા ગાંધીની ટીમમાં: ખબર પડતા હાંકી કાઢ્યો
આ કાર્યકર બિહારમાં થોડા વર્ષો પહેલા પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલો હતો.

આ કાર્યકર બિહારમાં થોડા વર્ષો પહેલા પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલો હતો.

  • Share this:
ન્યૂ દિલ્હી: કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની ટીમમાંથી એક કાર્યકરને પડતો મૂક્યો છે. આ કાર્યકર બિહારમાં થોડા વર્ષો પહેલા પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલો હતો. આ વિગતો મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ કોંગ્રસે પ્રમુખ રાહુલ ગાંધીને આ વ્યક્તિની જગ્યાએ અન્ય કોઇ વ્યક્તિને ફાળવવા માટે વિનંતી કરી હતી જેને રાહુલ ગાંધીએ માન્ય રાખી હતી.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર કુમાર આશિષ નામના કોંગ્રેસ કાર્યકરને પ્રિયકાં ગાંધીની ટીમમાં સમાવવામાં આવ્યો હતો પણ સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચા જાગી અને કુમાર આશિષનાં ગુનાહિત ઇતિહાસની વાતો વહેતી થતા તેને પ્રિયંકા ગાંધીની ટીમમાં અંતે હટાવવામાં આવ્યો.કુમાર આશિષ 2005નાં વર્ષમાં બિહારમાં પરીક્ષા પેપર લિકમાં સંડોવાયેલો હતો અને તે વખતે કોંગ્રેસે તેને પક્ષમાંથી હાંકી કાઢ્યો હતો. પણ પછીથી તે પાછો કોંગ્રેસમાં જોડાયો હતો અને બિહારમાંથી ચૂંટણી પણ લડ્યો હતો.

જ્યારે કુમાર આશિષનાં ભૂતકાળનાં ગૂનાની માહિતી પ્રિયંકા ગાંધી સુધી પહોંચી તો તેમણે તેને દૂર કરવાની વિનંતી કરી હતી. હવે કુમાર આશિષનાં સ્થાને સચિન નાયક મૂકવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉત્તર પ્રદેશની ચૂંટણીનો ચાર્જ આપવામાં આવ્યો છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
First published: February 21, 2019, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading