ચૂંટણી પંચ આજે સાંજે લોકસભા ચૂ્રટણી 2019ની તારીખોની જાહેરાત કરી શકે છે. લોકસભા ચૂંટણીની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે, આંધ્ર પ્રદેશનો કાર્યકાળ 18 જૂન, ઓડિશાનો કાર્યકાળ 11 જૂન અને અરુણાચલ પ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ જૂનના પહેલા સપ્તાહમાં પૂરો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક અનુમાન મુજબ આ લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થવાન જઈ રહી છે.
ચૂંટણી ખર્ચમાં અમેરિકાને પાછળ છોડી દેશે ભારત
'કારનીઝ એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ થિંકટેંક'માં સિનિયર ફેલો અને દક્ષિણ એશિયા કાર્યક્રમના નિદેશક મિલન વૈષ્ણવ મુજબ, 2016ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી અને કોંગ્રેસ ચૂંટણીમાં 46,211 કરોડ રૂપિયા (650 કરોડ ડોલર) ખર્ચ થયો હતો. વૈષ્ણવ મુજબ, જો ભારતમાં 2014માં યોજાયેલા લોકસભા ચૂંટણીમાં 35,547 કરોડ રૂપિયા (500 કરોડ ડોલર) ખર્ચ થયો હતો તો 2019ની ચૂંટણીમાં અમેરિકન ચૂંટણીના ખર્ચથી સરળતાથી પાર થઈ શકે છે. એવું થયું તો આ દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે.
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે પોતાના સર્વેમાં કર્ણાટક ચૂંટણીને 'ધન પીનારી' તરીકે ગણી હતી. સીએમએસ અનુસાર વિભિન્ન રાજકીય પાર્ટીઓ અને તેના ઉમેદવારો દ્વારા કર્ણાટક ચૂંટણીમાં 9,500થી 10,500 કરોડ રૂપિયાની વચ્ચે ધન ખર્ચ કરવામાં આવ્યો. આ ખર્ચ રાજ્યમાં આયોજિત અગાઉની વિધાનસભા ચૂંટણીના ખર્ચથી બેગણો છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું કે તેમાં વડાપ્રધાનના અભિયાનમાં થયેલો ખર્ચ સામેલ નથી. સીએમએસ મુજબ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ દેશમાં વિધાનસભા ચૂંટણીમાં ખર્ચના મામલે સૌથી આગળ છે. સીએમએસના એન ભાસ્કર રાવ મુજબ ખર્ચનો રેટ જો આવો જ રહ્યો તો 2019ની લોકસભા ચૂંટણીમાં 50,000થી 60,000 રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં 35,000 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
આપને જણાવી દઈએ કે હાલની કેન્દ્ર સરકારનો કાર્યકાળ 3 જૂન 2019ના રોજ પૂરો થઈ રહ્યો છે. એટલે કે આ પહેલા જ ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાવી નક્કી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર