Home /News /national-international /

કોની બનશે સરકાર ? News 18-IPSOS Exit Poll 2019 આપશે સૌથી સ્પષ્ટ અનુમાન

કોની બનશે સરકાર ? News 18-IPSOS Exit Poll 2019 આપશે સૌથી સ્પષ્ટ અનુમાન

આજે મોડી સાંજથી ન્યૂઝ18 દેશભરમાં વર્ષ-2019ની લોકસભા ચૂંટણીના સૌથી સ્પષ્ટ અનુમાનો

આજે મોડી સાંજથી ન્યૂઝ18 દેશભરમાં વર્ષ-2019ની લોકસભા ચૂંટણીના સૌથી સ્પષ્ટ અનુમાનો

    ન્યૂઝ18 ગુજરાતી : દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં હવે લોકસભા ચૂંટણીનો રોમાંચ તેની ચરમસીમા ઉપર છે. આજે, એટલે કે 19મૅ ના રોજ 8 રાજ્યોની 59 બેઠકો ઉપર સાંજે પાંચ વાગે લોકસભાની તમામ 542 બેઠકો માટેની ભવિષ્ય EVMમાં સીલ થઇ જશે. આ સાથે દેશનું રાજકીય ભાવિ આગામી ત્રણ દિવસ બાદ નિયત થશે, કારણ કે મતગણતરીનો પ્રારંભ 23 મૅ થી શરુ થશે. જો કે આ પૂર્વે એક સવાલ તમામ રાજકીય પક્ષો, નેતાઓ અને મતદાતાઓના મનમાં હશે : આ વખતે કોની સરકાર બનશે ?

    ચૂંટણી પરિણામો પહેલા પરિણામોનું અનુમાન આપવા માટે ન્યૂઝ18 દ્વારા IPSOS સાથે મળીને સૌથી વિશ્વનીય એક્ઝીટ પોલ કર્યો છે. આ દેશનો સૌથી મોટો એક્ઝીટ પોલ હશે જેમાં દેશના લગભગ તમામ રાજ્યના મતદારોના મનની વાતને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે મોડી સાંજે ન્યૂઝ18 દેશભરમાં વર્ષ-2019ની લોકસભા ચૂંટણીનો સૌથી ચોક્કસ એક્ઝીટ પોલ બતાવવાનું શરુ કરશે.

    એક્ઝીટ પોલ માટે આંકડાઓ એકત્રિત કરવા માટે 'સર્વેક્ષણ' પધ્ધતિ અંતર્ગત સૌથી મોટું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સાથે પ્રત્યેક વર્ગ, તમામ ભાષા અને ઉંમરના મતદારો સાથે વાતચીત પણ કરવામાં આવી છે. સર્વેક્ષણની પધ્ધતિમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈપણ એક પ્રકારની ધારણાઓ અનુમાનને ખોટા ઠેરાવવાનું કામ ન કરે. આ કારણે જ વધુમાં વધુ બેઠકો ઉપર વધુમાં વધુ મતદાતાઓ સાથે સીધી જ વાત કરવામાં આવી છે

    આ સર્વેક્ષણમાં 542 બેઠકો પૈકી 199 બેઠકોની પસંદગી કરવામાં આવી છે. દેશના 28 રાજ્યોમાંથી 199 સંસદીય ક્ષેત્રોની 796 વિધાનસભા બેઠકોનું સેમ્પલ લેવામાં આવ્યું છે. જ્યાં 4776 પોલિંગ સ્ટેશનોમાં પ્રત્યેક બુથ ઉપરથી 25 મતદારોને યદચ્છ ઢબે પસંદ કરવામાં આવ્યા છે.

    આ દરમિયાન અલગ-અલગ પોલિંગ બુથ ઉપર આવેલા મતદારોને સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત 199 બેઠકો ઉપર 1,41,542 મતદારોના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા। સંસદીય બેઠકોની પસંદગી કરતી વેળા એ બેઠકોને જ પસંદ કરવામાં આવી છે કે જ્યાં એક રાજકીય પક્ષ પાછલી બે-ત્રણ ચૂંટણી જીતતો આવ્યો છે અને જ્યાં જીતનું અંતર ઓછું હોય. આ સાથે એવી બેઠકોને જ પસંદ કરવામાં આવી છે જ્યાં પ્રત્યેક ચૂંટણીમાં પરિણામો અલગ આવ્યા હોય અને કેટલાક દિગ્ગજ નેતાઓએ તેમની કિસ્મત અજમાવી હોય

    આ સાથે પ્રત્યેક સંસદીય ક્ષેત્રની 4-6 વિધાનસભા ક્ષેત્રોને પસંદ કરવામાં આવ્યા છે અને આ વિધાનસભા વિસ્તારના 6 પોલિંગ સ્ટેશનોને પસંદ કરવામાં આવ્યા છે. અહીં સિસ્ટેમેટિક રેન્ડમ સેમ્પલિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતદાનમથકની બહાર આવતા પ્રત્યેક ત્રીજા વોટરને ભલે તે ગમે તે ઉમર, ભાષા અને વર્ગનું પ્રતિનિધિત્વ કરતો હોય- સવાલ પૂછવામાં આવ્યા ! આ સર્વેક્ષણમાં 6 તબક્કાના મતદાનને આધારે કરવામાં આવ્યું. વળી, સાતમા ચરણમાં થયેલા મતદાનને પણ આ સર્વેક્ષમાં આવરી લેવામાં આવ્યું જેથી એક મોટા ચિત્ર સાથે, મોટા સેમ્પલ સાથે વધુ ચોક્સાઈપૂર્વકનું અનુમાન લગાવી શકાય. આ પોલમાં એક પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો છે કે એકપણ મહત્વપૂર્ણ બાબત છૂટી ન જાય અને એક્ઝીટ પોલ ઉપર તેની અસર ન વર્તાય.

    દરમિયાન, એક તરફ જ્યાં લોકસભા ચૂંટણી તેની પૂર્ણતાના આરે છે ત્યાં બીજી તરફ અનુમાન અને અંદાજના આધારે રાજકીય જોડાણો રચવાની કવાયત પણ શરુ થઇ ગઈ છે. 23 મૅ ના રોજ યુપીએ અને તમામ બિનયુપીએ દળોની બેઠક થવાની સંભાવના છે. જેના લીધે એક તરફ પરિણામો આવતા પહેલા જ વિપક્ષ સરકાર બનાવવાની શક્યતોને તપાસવા લાગ્યું છે. બીજી તરફ ન્યૂઝ18 અને Ipsos ના એક્ઝીટ પોલથી તમને આજ સાંજથી જ એટલે કે 19મી મૅ ની મોડી સાંજથી જ પ્રત્યેક બેઠક અંગે સતત સ્પષ્ટ અનુમાન પ્રાપ્ત થવા લાગશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Exit Poll 2019, Lok Sabha Elections 2019, Loksabha election 2019, Most, News18 gujarati, Opinion

    આગામી સમાચાર