Home /News /national-international /કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંઘના પત્નીને આપી ટિકિટ, નવજોત કૌર ઉપેક્ષિત

કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંઘના પત્નીને આપી ટિકિટ, નવજોત કૌર ઉપેક્ષિત

રાહુલ ગાંધી, અમરિન્દરસિંઘ (ફાઇલ તસવીર)

કોંગ્રેસ પંજાબના પટિયાલાથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી તેમજ પટિયાલાથી ત્રણ વખત સાંસદ રહેલા કેપ્ટન અમરિન્દરસિંઘના પત્ની પરનીત કૌરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

    નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. મંગળવારે રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતના 4, ઝારખંડના 3, કર્ણાટકના 2, હિમાચલ પ્રદેશના એક, દાદરા નગર હવેલીના એક અને પંજાબના છ ઉમેદવાર સામેલ છે.

    કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મંગળવારે રાત્રે દિલ્હી ખાતે બેઠકમાં આ ઉમેદવારોના નામ નક્કી કર્યા હતા. પંજાબના ચારેય સિટિંગ સાંસદોને કોંગ્રેસે ટિકિટ આપી હતી. પાર્ટીએ ગુરદાસપુરથી સુનીલ ઝાખડ અને હોશિયારપુરથી રાજકુમાર ચબ્બેવાલને ટિકિટ આપી છે.

    આ ઉપરાંત કોંગ્રેસ પંજાબના પટિયાલાથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી તેમજ પટિયાલાથી ત્રણ વખત સાંસદ રહેલા કેપ્ટન અમરિન્દરસિંઘના પત્ની પરનીત કૌરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પરનીત કૌર આ પહેલા સતત ત્રણ વખત પટિયાલાથી સાંસદ રહી ચુક્યા છે. જોકે, 2014માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો ધર્મવીર ગાંધી સામે તેમની હાર થઈ હતી.

    આ પણ વાંચો : જ્ઞાતિગત સમીકરણ: કોંગ્રેસે ધાનાણી, સોમા ગાંડા, કંડોરિયા અને સીજે ચાવડાને ઉતાર્યા!

    ચંદીગઢથી ટિકિટની દાવેદારી કરી રહેલા પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધૂની પત્ની નવજોત કૌરને કોંગ્રેસે મોટો ઝટકો આપ્યો છે. ગત દિવસોમાં ચંદીગઢના સ્થાનિક કાર્યક્રમોમાં તેમજ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો સાથે સક્રિય રહેલા નવજોત કૌરના બદલે ચંદીગઢના પીઢ કોંગ્રેસ નેતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બંસલને કોંગ્રેસ પોતાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે નવજોત કૌરને પંજાબમાં તેમના ગૃહ વિસ્તાર અમૃતસરમાંથી પણ ટિકિટ આપવામાં આવી ન હતી. અમૃતસરમાંથી કોંગ્રેસના વર્તમાન સાંસદ ગુરજીતસિંઘ ઔજલાને ટિકિટ આપવામાં આવી છે.

    આ પણ વાંચો : ભાજપે વધુ બે ઉમેદવારો જાહેર કર્યા, સુરત અને મહેસાણા બેઠકની જાહેરાત

    પ્રાપ્ત વિગત પ્રમાણે 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં લગભગ દરેક બેઠક પર ચર્ચા થઈ હતી, પરંતુ એ બેઠકો અંગે નિર્ણય લેવામાં આવ્યો જેના પર કોઈ વિવાદ ન હતો. જે બેઠકો પર વિવાદ હતો તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amarinder Singh, Candidate List, CEC, Lok sabha election 2019, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन