Home /News /national-international /

વિદેશી મીડિયામાં છવાઈ મોદીની જીત, CNNએ કહ્યું દેશના રક્ષકને જનતાએ જીતાડ્યા

વિદેશી મીડિયામાં છવાઈ મોદીની જીત, CNNએ કહ્યું દેશના રક્ષકને જનતાએ જીતાડ્યા

ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ

Lok Sabha Election Result 2019 : વિદેશી મીડિયાએ લખ્યું કે એનડીએને મળેલો જનાદેશ ભારતીયોના વડાપ્રધાન મોદી પરના વિશ્વાસનું પરિણામ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મળેલી ભવ્ય જીત ભારતીયોનો વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે. બ્રિટનના અખબાર 'ધ ગાર્ડીયન'એ મોદીના વખાણ કરતાં લખ્યું હતું ભાજપે ફરી કમાલ કરી નાખી. અમેરિકાના સૌથી મોટા અખબાર 'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ'એ લખ્યું મોદીની મજબૂત છબીની જીત. તેમણે લખ્યું કે પ્રજાની વચ્ચે નરેન્દ્ર મોદીએ ઉભી કરેલી છબીના કારણે વિપક્ષ તેમને રોકી શક્યો નહીં. પાકિસ્તાનના પ્રમુખ અખબાર 'ધ ડોન'એ લખ્યું આ જીત પાકિસ્તાન વિરોધી નીતિ પર મહોર છે.

    હિંદુ રાષ્ટ્રવાદના રાજકારણની બ્રાન્ડ બની ચુક્યા છે મોદી : ધી ન્યૂયોર્ક ટાઇમ્સ
    ધી ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે વડાપ્રધાન મોદીની પ્રજા વચ્ચેની શાખ મજબૂત છે. થોડા મહિના પહેલાં પરિણામ અંગે ઘણી અટકળો હતી. મોદી ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદની બ્રાન્ડ બની ચુક્યા છે. વિશ્વમાં નરેન્દ્ર મોદીની જે છબી બની છે તેના કારણે પ્રજાનો વિશ્વાસ તેમના પર વધી રહ્યો છે.

    મોદીએ ખુદને દેશના રક્ષક બતાવ્યા : સીએનએન
    લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાની જાતને ચોકીદાર કહ્યા અને જનતા વચ્ચે એ સંદેશો આપવામાં સફળ રહ્યાં કે તેઓ રક્ષક છે. આ ખૂબ જ જુદા સંદેશ છે. નરેન્દ્ર મોદીના નિર્ણયોએ ભારતની પ્રજા વચ્ચે જે છાપ છોડી છે તેના કારણે જ દેશની પ્રજા તેમને ગંભીરતા પૂર્વક લઈ રહી છે.

    આ પણ વાંચો :   LIVE Lok Sabha Election Result 2019: અમેરિકાના રાષ્ટ્રપતિએ PM મોદીને શુભેચ્છા પાઠવી

    ભારતની જનતાએ પોતાના નેતા પર વિશ્વાસ મૂક્યો : ધી ગાર્ડીયન
    ધ ગાર્ડીયને લખ્યું કે જે પ્રમાણે એક્ઝિટ પોલ દેખાડવામાં આવ્યા હતા, પરિણામ તેના કરતાં પણ વધારે સારૂ આવ્યું ભારતની જનતાએ પોતાના નેતા પર વિશ્વાસ મૂક્યો

    લોકસભાની ચૂંટણીમાં મોદીની ઐતિહાસીક જીત : બીબીસી
    લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીતે સાબિત કરી દીધું કે ભારતનો વિચાર બદલી રહ્યો છે. બીબીસીએ લખ્યું કે ચૂંટણીમાં મોદીની ઐતિહાસીક જીત થઈ છે. મોદી પર અનેક પ્રકારના આક્ષેપો થયા છે પરંતુ ચૂંટણીએ સાબિત કરી આપ્યું કે તેમની ધ્રુવીકરણની છબીને ભારતીય જનતાએ પસંદ કરી છે. મોદીની જીતની સાથે સ્ટૉક માર્કેટમાં ઉછાળો આવ્યો છે.

    પુલવામા બાદ મોદીના નિર્ણયે બદલ્યો જનતાનો મિજાજ : જિયો ટીવી
    પાકિસ્તાનની ચેનલ જિયો ટીવીએ પોતાની વેબસાઇટ પર લખ્યું હતું કે મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ત્યારે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ વચ્ચે ઘેરાયેલા હતા. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાનના સંબંધોએ લોકસભાની ચૂંટણીમાં મોદીને મોટો લાભ પહોંચાડ્યો. ભાજપે સ્ટાર કેમ્પેનર મોદીના પ્રચારનો ફાયદો ઉઠાવ્યો જેનું પરિણામ દુનિયા સામે છે.

    આ પણ વાંચો : આ 10 કારણો જેનાથી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી ઉપર પડી ભારે

    ઇમરાન ખાનના શાંતિ પ્રસ્તાવને મોદી ધ્યાને લેશે : ડૉન
    ધી ડૉનએ લખ્યું કે મોદી 2-0થી આગળ જોવા મળ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન પ્રત્યેની તેમની જે નીતિ છે તેનાથી શું બદલાવ આવશે? સવાલ એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શાંતિના પ્રસ્તાવને ભાવ આપશે મોદી? મોદીની આ જીત પાકિસ્તાન વિરોધી નીતિ પર મહોર છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Lok sabha election 2019, Lok Sabha Election Result 2019, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन