ન્યૂઝ18 ગુજરાતી : દેશની જનતાએ ફરી એક વખત એનડીએને પ્રચંડ બહુમતથી જીત આપી છે. જનતાએ ભારતીય જનતા પાર્ટી પર પહેલા કરતા પણ વધારે વિશ્વાસ મૂક્યો છે. નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તા પર આવી રહ્યા છે. જોકે, હાલમાં પણ અમુક બેઠક પર મતગણતરી બાકી છે. હાલ એનડીએના ખાતામાં 353, બીજેપીના ખાતામાં 303, કોંગ્રેસ પાસે 52 સહિત યૂપીએને 92 બેઠક અને અન્યએ 97 બેઠક પર બઢત મેળવી છે. 17મી લોકસભા માટે જરૂરી 272ના આંકડને બીજેપીએ પાર કરી લીધો છે. આ પહેલા 2014માં બીજેપીએ લોકસભા ચૂંટણીમાં 282 બેઠક મેળવી હતી.
દેશની પ્રથમ લોકસભા ચૂંટણી
સ્વતંત્રતા બાદ વર્ષ 1951-52માં દેશની પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જવાહારલાલ નેહરુએ દેશની 3/4 બેઠક પર જીત મેળવી હતી. 1957 થી 1962 લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી હતી. જોકે, આ વખતે કોંગ્રેસને ટક્કર આપે તેવી અન્ય પાર્ટી દેશમાં હયાત ન હતી. આ વખતે ભારતીય જનસંઘ, કિસાન મજદૂર પાર્ટી અને અપના દલ ભારતીય રાજનીતિમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી હતી.
1951-52માં લોકસભા ચૂંટણીમાં 489 બેઠકમાંથી કોંગ્રેસે 364 બેઠક પર જીત મેળવી હતી. એ વખતે પાર્ટીને 45 ટકા વોટ મળ્યાં હતા. જોકે, આગામી ચૂંટણી કોંગ્રેસ માટે પડકારરૂપ હતી. નેહરુએ 1955માં હિન્દુ મેરેજ એક્ટ કાયદો પાસ કર્યો હતો, જેનો ખૂબ વિરોધ થયો હતો. આ પરિસ્થિતિમાં પણ નેહરુએ 371 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે 1962ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 361 બેઠક પર જીત મેળવી હતી.
ઇન્દિરા ગાંધીની જીત
1962ની ચૂંટણી બાદ ઇન્દિરા ગાંધી રાજકારણમાં સક્રિય થયા હતા. 1967ની ચૂંટણીમાં તેમણે પાર્ટીની કમાન સંભાળી લીધા હતી. આ વખતે 520 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસે 283 બેઠક પર જીત મેળવી હતી. આ ઇન્દિરા ગાંધીની પ્રથમ જીત હતી. આ સમય કોંગ્રેસ માટે વિભાજનનો સમય હતો. કોંગ્રેસ પાર્ટીમાંથી અમુક વરિષ્ઠ નેતાઓ અલગ થઈ ગયા હતા અને એક નવો પક્ષ બન્યો જેને કોંગ્રેસ (ઓ) નામ આપવામાં આવ્યું હતું. આ પક્ષના વડા મોરારજી દેસાઈ હતા.
આ દરમિયાન ઇન્દિરા ગાંધી એક માસ્ટર સ્ટ્રોક રમ્યા હતા. તેમણે ગરીબી હટાવોનો નારો આપ્ય હતો, જેની સારી અસર પડી હતી. જે બાદમાં 1971ની ચૂંટણીમાં કોંગ્રેસે 352 બેઠક પર બમ્પર જીત મેળવી હતી. ઇન્દિરા ગાંધીની આ સતત બીજી જીત હતી. એવામાં નરેન્દ્ર મોદીએ 2014માં લોકસભાની ચૂંટણી જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. હવે તેમણે સતત બીજી વખત સરકાર બનાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર