ગઝનફર અબ્બાસ : આગામી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 11મી એપ્રિલના રોજ થશે, જ્યારે 23મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ હવે કોની સરકાર બનશે તેને લઈને કયાસ લગાવવાના શરૂ થઈ ગયા છે. અમુક નિષ્ણતાનું કહેવું છે કે ફરીથી મોદી સરકાર બનશે. જોકે, બીજેપી માટે આ પડકાર સરળ નહીં હોય.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં બીજેપીને ધમાકેદાર જીત મળી હતી. આ જીત બાદ બીજેપીને વિધાસભાની ચૂંટણીઓમાં પણ સતત જીત મળતી આવી છે. એક પછી એક રાજ્યમાં બીજેપીની સરકાર બનતી ગઈ હતી. વર્ષ 2017 સુધી 19 રાજ્યમાં બીજેપીએ સરકાર બનાવી લીધી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં આ તસવીર થોડી બગડી હતી. બીજેપીએ અમુક રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ 15 રાજ્યમાં બીજેપીની સરકાર છે. અમુક રાજ્યમાં ગઠબંધન વાળી સરકાર છે, તો અમુક રાજ્યમાં બીજેપી એકલાની સરકાર છે. વર્ષ 2014માં ફક્ત સાત રાજ્યમાં બીજેપીની સરકાર હતી.
અહીં સરપ્રદ વાત એ પણ છે કે હાલ 15 રાજ્યમાં બીજેપીની સરકાર છે, પરંતુ ફક્ત પાંચ જ રાજ્યમાં બીજેપીએ પોતાના દમ પર સરકાર બનાવી છે. બાકીના 10 રાજ્યમાં બીજેપીએ અન્ય પક્ષના સહકારથી સરકાર બનાવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસની દેશના ચાર રાજ્યમાં પોતાના દમ પર સરકાર છે.
વર્ષ 2014ની ચૂંટણી પહેલા દેશના 14 રાજ્યમાં પોતાના દમ પર અથવા ગઠબંધન વાળી કોંગ્રેસની સરકાર હતી. હાલ આ સંખ્યા ઘટીને છ થઈ ગઈ છે. ગત વર્ષ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ કોંગ્રેસને નવી તાકાત મળી છે.
હાલ જે છ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં લોકસભાની 107 બેઠક આવે છે. જેમાંથી પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, મધ્ય પ્રદેશમાં 29, છત્તીસગઢમાં 11, કર્ણાટકમાં 28 અને પુડ્ડુચેરીમાં 1 બેઠક સામેલ છે. પરંતુ જ્યારે બીજેપી/NDAની સરકાર છે ત્યાં કુલ 252 લોકસભા સાંસદ છે.
જોકે, આ ઉપરાંત અનેક એવા ફેક્ટર પણ છે જે બીજેપી કે કોંગ્રેસની હાર અને જીત નક્કી કરે છે.
હિન્દી પ્રદેશમાં હાર
ગત વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીગસઢ, તેલંગાણા અને મિઝોરમની યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જોરદાર વાપસી થઈ હતી. કોંગ્રેસે પાંચમાંથી ત્રણ રાજ્યમાં જીત મેળવી હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે બીજેપી પાસેથી સત્તા છીનવી લીધી હતી. આ ત્રણ રાજ્યમાં કુલ 65 લોકસભા બેઠક છે.
વર્ષ 2018માં બીજેપીએ પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના ગઢ ગોરખપુર અને ફુલપુરમાં બીજેપીને હાર મળી હતી.
આ વખતે ઉત્તર પ્રદેશમાં બીજેપી માટે મોટો પડકાર છે. આ વખતે યુપીમાં એસપી અને બીએસપીએ ગઠબંધન કરી લીધું છે. વર્ષ 2014માં 41 બેઠક પર એસપી અને બીએસપીનો વોટ શેર બીજેપીથી ખૂબ વધારે હતો. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠક છે.
આંધ્ર પ્રદેશ (25 બેઠક)
આંધ્ર પ્રદેશના વિભાજન બાદ તસવીર બદલાઈ ગઈ છે. અહીં બીજેપી ટીડીપી સાથે મળીને ચૂંટણી લડી હતી. હવે ટીડીપીના ચંદ્રબાબૂ નાયડૂએ બીજેપી સાથે ગઠબંધનનો ઇન્કાર કરી દીધો છે.
જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને બીજેપીએ ગંઠબંધનની સરકાર બનાવી હતી. જોકે, સાડા ત્રણ વર્ષ બાદ બીજેપીએ સમર્થન પરત ખેંચી લીધું હતું. જમ્મુ-કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. ગત ચૂંટણીમાં બીજેપીને અહીં ત્રણ બેઠક પર જીત મળી હતી. આ વખતે બીજેપીને અહીં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ તરફથી જોરદાર ટક્કર મળી શકે છે.
અહીં 2017 સુધી બીજેપીએ SAD સાથે ગઠબંધનની સરકાર ચલાવી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ તસવીર બદલાઈ ગઈ હતી.
બિહાર (40 બેઠક)
બિહારમાં બે વર્ષ દરમિયાન રાજકીય તસવીર બદલાઈ ગઈ છે. વર્ષ 2014માં નીતિશ કુમાર એનડીએમાં ન હતા. પરંતુ 2017માં નીતિશ કુમારે લાલૂ પ્રસાદની પાર્ટી સાથે છેડો ફાડી લીધો હતો. હવે નીતિશ કુમાર મોદી સાથે છે. આનો ફાયદો બીજેપીને મળી શકે છે.
વર્ષ 2014થી અત્યાર સુધી કુલ 30 લોકસભાની ચૂંટણી પર પેટાચૂંટણી થઈ છે. જેમાંથી બીજેપીએ 15માંથી છ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને કોઈ નવી સીટ મળી ન હતી પરંતુ 9 બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે પોતાની બેઠક એકમાંથી વધારીને છ કરી લીધી હતી. પેટા ચૂંટણીમાં 18 બેઠક પર સ્થાનિક પાર્ટીઓનો વિજય થયો હતો.
ઉત્ત પૂર્વનું ગણિત (25 બેઠક)
ઉત્તર-પૂર્વના રાજ્યમાં બીજેપીની સ્થિતિ ખૂબ સારી છે. કહેવામાં આવી રહ્યું છે કે હિન્દી પ્રદેશોમાં જે નુક્સાન થશે તે અહીંથી સરભર થઈ જશે. આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મણીપુરમાં બીજેપીની સરકાર છે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડરમાં બીજેપી ગઠબંધન સરકારમાં સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર