ન્યૂઝ18 ગુજરાતી : ચૂંટણી તબક્કામાં શું રાખ્યું છે? ઉત્તર પ્રદેશ જેવા મોટા અને વિવિધતાઓથી ભરેલા રાજ્યમાં અનેક તબક્કાઓમાં થનારી ચૂંટણી ખૂબ મહત્વ ધરાવે છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠક પર સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. જે પશ્ચિમ ઉત્તર પ્રદેશથી શરૂ થઈને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પૂર્ણ થશે. દેશની રાજધાની નવી દિલ્હી સાથે જોડાયેલા લોકસભા ક્ષેત્રોમાં સૌપ્રથમ મતદાન યોજાશે, જ્યારે બિહારની સરહદ સાથે જોડાયેલા લોકસભા વિસ્તારોમાં સૌથી છેલ્લે મતદાન યોજાશે.
છેલ્લા 15 વર્ષના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો એ વાત નીકળીને સામે આવે છે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીના પરિણામો (અન્ય કારણો સાથે) એ વાત પર પણ આધાર રાખે છે કે રાજ્યમાં પશ્ચિમથી પૂર્વ તરફ વોટ નાખવામાં આવે છે કે પછી તેનાથી વિપરિત દીશામાં નાખવામાં આવે છે.
2014ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી વ્યવસ્થા સાથે જોડાયેલા બીજેપીના એક પદાધિકારી ખૂબ સચેત હતા. તેમણે ત્યારે નિરાતનો શ્વાસ લીધો જ્યારે મતદાનની જાહેરાત સાત તબક્કામાં કરવામાં આવી.
ગત લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની શરૂઆત પશ્ચિમથી પૂર્વ તરફ થઈ હતી. વારાણસી (નરેન્દ્ર મોદી) અને આઝમગઢ (મુલાયમસિંહ યાદવ)ની બે મોટી બેઠક સાથે પૂર્વાંચલ ક્ષેત્રમાં તેનું સમાપન થયું હતું.
બીજેપીના પદાધિકારીએ ન્યૂઝ18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે 'અનેક તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી માટે એ વાત જરૂરી છે કે તે શરૂઆતના અમુક તબક્કામાં સારું પ્રદર્શન કરે.' વધુમાં તેમણે કહ્યું કે, 'હિંસા બાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અમારો ગઢ હતું. અહીંના સારા પ્રદર્શનની મદદથી અમને એવી બેઠક પર સારું પ્રદર્શન કરવાનો મોકો મળ્યો જ્યાં અમે હંમેશા નબળા રહેતા હતા.'
2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતે પણ બીજેપીને ખુશી કરી દીધી હતી જ્યારે ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને તેને શરૂઆત દિલ્હી સાથે જોડાયેલા ગાઝિયાબાદથી થશે. અંતિમ તબક્કામાં ચંદૌલીમાં મતદાન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર