લોકસભા ચૂંટણી 2019: PM મોદીએ મેરઠથી જ કેમ કરી પ્રચાર અભિયાનની શરૂઆત?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

વડાપ્રધાનના ભાષણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી 2019ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રવાદ ઉપર જ લડશે

 • Share this:
  ઉત્તર પ્રદેશમાં પહેલા ચરણની આઠ સીટોના પ્રચાર માટે મેરઠ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા જ અંદાજમાં ભાષણ કર્યું જેવી અપેક્ષા હતી. મેરઠની 8 સીટોના જાતીય આંકડા અને પ્રભાવ કરનારા મુદ્દાખો પર નજર નાખીએ તો આ વિસ્તારની મોટાભાગની સીટો મુસ્લિમ પ્રભાવવાળી છે. મુજફ્ફરનગર તોફાનો બાદ બીજેપીએ 2014ની લોકસભા ચૂંટણીમાં અહીં ક્લિન સ્વીપ કરી હતી. એવામાં પીએમે આ વિસ્તારમાં 2019ની ચૂંટણી માટે રાષ્ટ્રવાદનો મુદ્દો બનાવ્યો.

  આ વિસ્તારની ઓળખ શેરડીના ખેડૂતોથી છે અને એસપી સુપ્રીમો અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી શેરડીના ખેડૂતોના બહાને બીજેપી સરકાર પર સતત હુમલો કરી રહ્યા હતા. એવામાં પીએમ મોદીએ 'અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ'નો ફોમ્યૂલા અપનાવીને શેરડીના મુદ્દે બીએસપી અને એસપી પર હુમલો કર્યો. વડાપ્રધાને પોતાની પહેલી ઔપચારિક રેલીમાં દરેક સવાલનો આક્રમક અંદાજમાં જવાબ આપ્યો જે એસપી-બીએસપી ગઠબંધન કરતા રહ્યા છે. પુલવામા હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ચૂંટણી રાષ્ટ્રવાદ ઉપર જ લડવામાં આવશે, આ અંદાજો તો મીડિયા અને વિપક્ષ પહેલાથી જ લગાવી રહ્યું છે અને હવે મેરઠમાં વડાપ્રધાનના ભાષણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી 2019ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રવાદ ઉપર જ લડશે.

  આ પણ વાંચો, સપા-રાલોદ-બસપાને PM મોદીએ ગણાવ્યું 'સરાબ', કહ્યું- આ સ્વાસ્થ્ય માટે હાનિકારક

  વડાપ્રધાને પોતાના ભાષણના બે તૃતીયાંશ ભાગમાં પાકિસ્તાન, સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી અને દરેક સવાલનો જવાબ આપ્યો જે સર્જિકલ સ્ટ્રાઇક પર ઊભા થયા હતા. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગવા પર બીજેપી પહેલા પણ આક્રમક હતી અને વડાપ્રધાને પોતાના ભાષણમાં તે આક્રમકતાને વધુ ધાર આપી. પીએમ મોદીએ કોંગ્રેસ અને સપા પર એક હથિયારથી હુમલો કરતાં વંશવાદનો મુદ્દો ઉઠાવ્યો. ગઠબંધન પર હુમલો કરતાં પીએમે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસના ગઠબંધનની યાદ અપાવી.

  આ પણ વાંચો, આસામમાં શાહનું એલાન: મોદીજીની સરકાર બનાવો, દરેક ઘૂસણખોરને બહાર તગેડી મૂકીશું

  પહેલા ચરણની જે 8 સીટો માટે વડાપ્રધાન મેરઠમાં વોટ માંગી રહ્યા હતા, ત્યાં શેરડી મોટો મુદ્દો છે. એવામાં શેરડીની બાકીની ચૂકવણીને લઈને વિપક્ષ સતત હુમલાઓ કરતી રહ્યું છે. પીએમે વિપક્ષના આ હથિયારથી જ તેમની પર હુમલો કર્યો. માયાવતી સરકારમાં ખાંડ મિલો વેચવાનો મુદ્દો ઉઠાવતા પીએમે સ્પષ્ટ કરી દીધું કે બીજેપી જ ખેડૂતોનો સૌથી મોટો હિતેચ્છુ છે. સ્પષ્ટ છે કે મોદીએ પોતાના ભાષણમાં બીજેપીની પરંપરાગત વોટોની સમેટવાની સાથે રાષ્ટ્રવાદ અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને નવા મતદારોને બીજેપી સાથે જોડવાનો પ્રયાસ કર્યો.

  આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદી'ને ટક્કર આપવા આવશે 'માયાવતી', વિદ્યા બાલન નિભાવશે રોલ?
  Published by:Mrunal Bhojak
  First published: