પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ18ના એડિટર ઈન ચીફ સાથે લાંબી વાતચીત કરી, તો મંગળવારે મોટાભાગની ચૂંટણી નીવેદનબાજી આ ઈન્ટરવ્યૂના માહોલ આજુ બાજુ જ રહી. જાહેર છે કે, બીજેપી અને બીજેપી અને તેના સહયોગીઓએ મોદીના નિવેદનનું સમર્થન કર્યું પરંતુ એક સ્વામીજીએ પ્રશ્ન ઉભો કરી દીધા. મોદીના સુરમાં સુર મિલાવતા યોગીજીએ કહ્યું કે, હાં અડવાણીજી સાચુ કહેતા હતા પરંતુ, થોડી જ વારમાં યોગીજીની વાતો અલગ જોવા મળી. કાશ્મીરથી અબ્દુલ્લા અને મહેબૂબાએ સોટ માર્યા, તો કેચ પકડવા માટે ગંભીરે પણ ચુસ્તી બતાવી. આ બાજુ શત્રુઘ્નએ ભીડને ખામોશ કરાવવાને બદલે નારા લગાવ્યા અને પ્રિયંકા ગાંધીની રેલીમાં એટલે મારપીટ થઈ ગઈ કેમ કે, ભાજપાઈઓની જીદ હતી કે, ત્યાં મોદી-મોદીના નારા કેમ ના લાગે.
ન્યૂઝ18ના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ ઈન્ટરવ્યૂમાં મોદીએ એટલા કોટ્સ આપ્યા કે, મીડિયા સાથે જ, પક્ષ-વિપક્ષ, દરેક તેની સાથે બંધાયેલા રહ્યા. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અફસ્પા હટાવવાના મુદ્દા પર મોદીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સેનાને ફાંસી પર ચઢાવી દેવા જેવું હશે. તો, વિપક્ષે યાદ અપાવ્યું કે, બીજેપી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે તે આની સમીક્ષા કરી તેને હટાવવાની દલીલો કરતું હતું. તો મોદીએ કહ્યું કે, કાશ્મીરમાંથી ધારા 370 અને આર્ટિકલ 35એ ખતમ થવો જોઈએ. આ મુદ્દે વિપક્ષે રસ્મન વિરોધ જાહેર કર્યો પરંતુ નાટક તો ત્યારે થયું જ્યારે બીજેપીના જ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહી દીધુ કે, તો રોકી કોણ રહ્યા છે? હટાવી દો.
કાશ્મીરની સમસ્યા માત્ર અઢી જીલ્લાની છે. કેટલાક રાજકીયલોકો પ્રજાના દુશ્મન છે, કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દા પર મોદીની ટીપ્પણી બાદ ત્યાંનું રાજકારણ ગરમાઈ ગયું છે. ફારૂક અબ્દુલ્લા બોલ્યા કે, અમે ઈજ્જતથી રહેવા માંગીએ છીએ, બેઈજ્જતી સહન નહી કરીએ. યાદ રાખો કે, કાશ્મીરમાં ફ્રાંસ જેવી ક્રાંતી થઈ શકે છે. અબ્દુલ્લાનું આ નિવેદન આવ્યું તો, મોદીના સમર્થકો બોલી ઉઠ્યા, 'ચોરની દાઢીમાં તીનકા'
અબ્દુ્લા સિવાય, મહેબૂબા મુફ્તી પણ મેદાનમાં કૂદી પડી પરંતુ, આલગ કારણને લઈ. અસલમાં, અબ્દુલ્લા અને મહેબૂબાને ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરતી એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે તો મહેબૂબાએ તેના પર કહ્યું કે, મોદી તો ધારા 370 હટાવવાની વાત કરે છે, તો કોર્ટનો સમય કેમ બર્બાદ કરવો. પછી મહેબૂબાએ ટ્વીટામાં શોટ માર્યો કે, 'ન સમજો તો મિટ જાઓંગે એ હિન્દુસ્તાન વાલો, તુમ્હારી દાંસ્તા તકભી ન હોગી દાસ્તાનોમે'
ચુસ્ત ફીલ્ડર તરીકે તરત જ ગૌતમ ગંભીર પણ આવ્યા, જે હમણાં જ ભાજપમાં સામેલ થયા છે, તેમણે મહેબૂબાને જવાબ આપ્યો કે, 'ભારત કોઈ ધબ્બા નથી, જે તમારી જેમ મટી જશે' ત્યારબાદ બંને વચ્ચે વાત એટલા હદ સુધી વધી ગઈ કે, જ્યાં અબોલા થઈ જાય છે. આ બાજુ પશ્ચિમ બંગાળના રાયગંજમાં ચૂંટણીસભામાં મમતા ફરી મોદી પર વરસ્યા, કહ્યું, 'જો હિટલર જીવતો હોત તો, મોદીને જોઈ આપઘાત કરી લેત,'
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર