સુપ્રીમ કોર્ટે VVPAT પર 21 વિપક્ષી પાર્ટીઓની પિટિશન ફગાવી દીધી છે. 21 વિપક્ષી પાર્ટીઓએ પહેલા ત્રણ ચરણોના મતદાન દરમિયાન સામે આવેલી ઈવીએમાં ગડબડના મામલાનો હવાલો આપતા 50 ટકા વીવીપેટ સ્લીપ ગણવા માટે પુનર્વિચાર પિટિશન દાખલ કરી હતી.
પિટિશન ફગાવતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, કોર્ટ આ મામલાને વારંવાર કેમ સાંભળે. સીજેઆઈએ કહ્યું કે તેઓ આ મામલામાં હસ્તક્ષેપ નથી કરવા માંગતા.
વિપક્ષી પાર્ટીઓની પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે અનેક મામલાઓમાં જોવા મળ્યું છે કે મતદાર કોઈ અન્ય પાર્ટીને મત આપે છે અને તેનો મત કોઈ બીજી પાર્ટી માટે રેકોર્ડ થઈ રહ્યો છે.
હાલમાં જ પીએમ મોદીએ ઝારખંડમાં યોજાયેલી એક રેલીમાં કહ્યું હતું કે બીજા ચરણના મતદાન સુધી વિપક્ષી પાર્ટીઓના ચહેરા પર બહાદુરીનો ભાવ બનાવી રાખવા માંગે પરંતુ હવે તેઓ મોદીથી થાકી ચૂક્યા છે, હવે તઓએ પોતાની બંદૂકો ઈવીએમ તરફ તાણી દીધી છે.
Supreme Court rejects review plea filed by twenty-one Opposition parties seeking a direction to increase VVPAT verification from five to at least 50% of EVMs during counting of votes in the general elections 2019. pic.twitter.com/zUdZEUDXUw
8 એપ્રિલે આપેલા નિર્દેશમાં કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં એકને બદલે 5 EVM-VVPATને મેળવવા જોઈએ. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ કહ્યું હતું કે, દરેક વિધાનસભામાં EVM- VVPAT મેળવણીની સંખ્યા એટલા માટે વધારવામાં આવી છે જેથી ચોક્કસતા વધે, ચૂંટણી પ્રક્રિયા યોગ્ય હોય અને રાજકીય પાર્ટીઓ ઉપરાંત મતદારો પણ તેનાથી સંતુષ્ટ થાય.
વિપક્ષી પાર્ટીઓની માંગ પર ચૂંટણી પંચે કહ્યું હતું કે તેના પરિણામ 5-6 દિવસ બાદ આવશે. 8 એપ્રિલે બેન્ચે પોતાના નિર્દેશમાં કહ્યું હતું કે, વર્તમાન નિર્દેશથી પરિણામની ઘોષણમાં વધુ વિલંબ ન હોવો જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર