લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કરતાં સીટોની વહેંચણી કરી દીધી છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ-સપા-બસપામાં ગઠબંધનને લઈ વાતચીત હજુ પણ ચાલુ છે.
મળતી જાણકારી મુજબ, સપા-બસપા ગઠબંધનમાં કોંગ્રેસને 15 સીટ આપવા પર સહમતિ સધાઈ ગઈ છે. આ 15 સીટોમાં 7 સીટો સપા અને 6 સીટો બસપા કોંગ્રેસ માટે છોડી શકે છે. આ ઉપરાંત અમેઠી અને રાયબરેલીની સીટ પહેલા જ સપા-બસપાને કોંગ્રેસ માટે છોડી ચૂક્યા છે.
જાણકારી મુજબ, ચૂંટણીની અધિસૂચના જાહેર થયા બાદ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી શકે છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરવાં કોંગ્રેસ હેડર્ક્વાટર આવેલા રાહુલ ગાંધીએ પણ ઈશારો કર્યો કે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઠબંધનમાં કોંગ્રેસને 9થી 10 સીટો આપવાની ઓફર પ્રિયંકા ગાંધીએ ઠુકરાવી દીધી હતી, તેની પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સ્પષ્ટ કરી દીધું હતું કે દેશની સૌથી જૂની પાર્ટીને માત્ર બે સીટથી વધુ ન મળી શકે. બીજી તરફ, અખિલેશના આ નિવદેન પર પ્રતિક્રિયા આપતા યૂપી કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી પોતાના બળે યૂપીની તમામ સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર