લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસની સપા-બસપા સાથે પહેલાથી ફિક્સ છે મેચ!

News18 Gujarati
Updated: March 21, 2019, 9:56 AM IST
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસની સપા-બસપા સાથે પહેલાથી ફિક્સ છે મેચ!
શું છે સપા-બસપા અને કોંગ્રેસનું સમીકરણ?

બસપા તો અનેકવાર કોંગ્રેસની ટીકા કરે છે, પરંતુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું વલણ અચાનક કોંગ્રેસ પ્રતિ આટલું આકરું કેમ થઈ ગયું?

  • Share this:
(અનિલ રાય)

બસપા સુપ્રીમો માયાવતી બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોંગ્રેસની વિરુદ્ધ હુમલાખોર થઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં કોંગ્રેસ અને સપાના સંબંધોમાં જે કડવાશ આવી છે પહેલા ક્યારેય જોવા નથી મળી. બસપા તો અનેકવાર કોંગ્રેસ તરફી હુમલાખરો રહે છે, પરંતુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું વલણ અચાનક કોંગ્રેસ પ્રતિ આટલું આકરું કેમ થઈ ગયું? પ્રારંભિક આકલનમાં એવું લાગે છે કે કોંગ્રેસ અને શિવપાલ યાદવ સાથે આવવાથી સપા નારાજ છે.

અખિલેશની નારાજગી બાદ શિવપાલ અને કોંગ્રેસના ગઠબંધનના અહેવાલો આવવાના પણ બંધ થઈ ગયા. અન્ય એક પક્ષનું એવું માનવું છે કે બસપા સુપ્રીમો માયાવતીના દબાણમાં અખિલેશ કોંગ્રેસ તરફી આટલા આકરા થયા છે. જોકે, સિનિયર પત્રકાર અંબિકાનંદ સહાય આ બંને દાવોઓને સમગ્રપણે નકારી રહ્યા છે. તેમનું માનવું છે કે સપા-બસપા અને કોંગ્રેસની વચ્ચે મેચ પૂરી રીતે ફિક્સ છે. જે રીતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં બસપાના અલગ લડવાનો ફાયદો કોંગ્રેસને મળ્યો ઠીક તેવો જ ફાયદાની શોધ કરવામાં આવી રહી છે.

તેમનું માનવું છે કે સપા-બસપા ગઠબંધન બાદ મુસ્લિમ વોટ કોંગ્રેસની સાથે ત્યાં જ જશે જ્યાં તેમના ઉમેદવાર કાં તો મુસ્લિમ હશે અથવા ખૂબ મજબૂત હશે એટલે કે એવો અંદાજો લગાવવો કે કોંગ્રેસ દ્વારા અલગ લડવાથી ગઠબંધનને નુકસાન થશે, એ ખોટું છે. માયાવતી અને અખિલેશની કોંગ્રેસ પર હુમલાઓ કરવાની વાતમાં તે માત્ર સવર્ણ મતદાતાઓને દર્શાવવાનો પ્રયાસ છે કે ગઠબંધન અને બીજેપીથી અલગ પણ તેમની પાસે એક વિકલ્પ છે.


અંબિકાનંદ સહાયનો દાવો છે કે પૂર્વ ઉત્તર પ્રદેશ ખાસ કરીને ગોરખપુરની આસપાસના વિસ્તારના રાજકારણમાં યોગીના મુખ્યમંત્રી બન્યા બાદ બ્રાહ્મણ ઉપેક્ષિણ અનુભવી રહ્યા છે એવામાં તેમના માટે કોંગ્રેસ વિકલ્પ હોઈ શકે છે કારણ કે સવર્ણ મતદાતા હજુ પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સાથે જવાથી અચકાય છે. આ સ્થિતિમાં જો કોંગ્રેસ મજૂબતીની સાથે ગઠબંધનની વિરુદ્ધ થતી દેખાય તો સવર્ણ મતદાતાઓનો એક મોટો વર્ગ કોંગ્રેસની સાથે જઈ શકે છે જેનું નુકસાન બીજેપીને થશે.આ પણ વાંચો, ચોકીદારોને ચોર કહેવું અયોગ્ય, નામદારોએ હંમેશા કામદારોને ગાળ આપી છે: પીએમ મોદી
First published: March 21, 2019, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading