આ આંકડાઓ પરથી સમજાશે ભાજપે શું ખાસ કર્યું?

News18 Gujarati
Updated: May 24, 2019, 12:49 PM IST
આ આંકડાઓ પરથી સમજાશે ભાજપે શું ખાસ કર્યું?
ચર્ચા થઇ રહી છે કે છેવટે ભાજપના પક્ષમાં શું-શું રહ્યું?

ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ સતત એ વાતની ચર્ચા થઇ રહી છે કે છેવટે ભાજપના પક્ષમાં શું-શું રહ્યું?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ સતત એ વાતની ચર્ચા થઇ રહી છે કે છેવટે ભાજપના પક્ષમાં શું-શું રહ્યું? સૌથી મોટો ફેક્ટર મોદી જ છે અને તેની સાથે 'ચાણક્ય' અમિત શાહ. ઉપરાંત બુથ કાર્યકર્તાઓ અને પન્ના પ્રમુખ સુધીના તમામે પોતાનું કામ કર્યું. કેટલાક આંકડા જણાવે છે કે, આ લોકોના કામનું પરિણામ શું આવ્યું.

અમિત શાહની ટીમમાં કૈલાશ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળની જવાબદારી આપવામાં આવી હતી. તેમણે ત્યાં હિંદુત્વ સહિત તમામ મુદ્દાઓ પર ફોકસ કરીને સમર્થકોનો ઉત્સાહ વધાર્યો. મોદી અને અમિત શાહની રેલીઓ કેવી રીતે થશે, તેની સમગ્ર જવાબદારી ભૂપેન્દ્ર યાદવ પાસે હતી. દેવેન્દ્ર ફડણવીસે પશ્ચિમ મહારાષ્ટ્રમાં એનસીપીની યોજનાઓને ડુલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

મનોહરલાલ ખટ્ટરની જવાબદારી હરિયાણામાં જાટ વોટર્સને એકસાથે ન આવવા દેવાની હતી. તેમણે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની અસર ઓછી કરવાના પ્રયાસ કર્યા, જેમાં સફળતા મળી. સુનીલ બંસલ પાસે ઉત્તર પ્રદેશની જવાબદારી હતી, જ્યાં કોર વોટર્સ પર નજર રાખવી તેમની જવાબદારી હતી. અનિલ જૈન માટે કહેવાય છે કે, છત્તીસગઢમાં તમામ સાંસદોને બદલવાના નિર્ણય પાછળ તેમનો હાથ છે. પ્રકાશ જાવડેકર રાજસ્થાનમાં જાતિ સમીકરણોને સાધવામાં લાગ્યા હતા.

જુઓ ભાજપના ગ્રાફે કેવી મારી છલાંગ

આ ચૂંટણીમાં 224 સીટો એવી છે, જ્યાં ભાજપે 50 ટકાથી વધુ મત મેળવ્યા છે. ગઇ વખતે આવી સીટોની સંખ્યા 136 હતી. આમાં વોટ શેરમાં કેવો વધ્યો છે, તે સમજાય છે. ભાજપે સૌથી વધુ 74.5 ટકા વોટ સુરતમાં મેળવ્યા. અમિત શાહ સતત કહેતા રહ્યાં છે કે, ભાજપને તેનો વોટ શેર 50 ટકાને પાર લઇ જવાની જરૂર છે. તેઓ આની તરફ ઝડપથી આગળ વધતાં દેખાઇ રહ્યાં છે.

આ ચૂંટણીમાં ભાજપે 2014માં જીતેલી સીટોમાં 81.8 ટકા પાછી જીતી છે. બીજી બાજુ કોંગ્રેસ લગભગ 37.2 ટકા સીટો જ ફરી જીતી છે. જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જ પોતાની સીટ ન બચાવી શક્યાં. રાહુલ ગાંધી અમેઠીથી હાર્યા છે. અહીં 1977 બાદ ગાંધી પરિવારનો કોઇ ઉમેદવાર હાર્યો ન હતો. ઉપરાંત ઘણા એવા ઉમેદવાર હાર્યા છે, જે ગઇ વખતે જીત્યા હતા. ગઇ વખતે ભાજપે છ સીટો પાંચ લાખથી વધુ અંતરથી જીતી હતી. આ વખતે તેની સંખ્યા 15 થઇ ગઇ છે.આ પણ વાંચો: પ્રચંડ જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણીના ઘરે જઈ લીધા આશીર્વાદ

આ રાજ્યોમાં વોટ શેર જરૂર જુઓ

મહત્વના રાજ્યોમાં વોટ શેર જોશો, તો ભાજપની અસર સમજાઇ જશે. પશ્ચિમ બંગાળમાં 40ની આસપાસ વોટ શેર છે, જે ગયા વખતની સરખામણીએ અઢી ગણો છે. 2014માં 16.34 ટકા વોટ મળ્યા હતા. હરિયાણામાં વોટ શેર 34.74થી વધીને 57.98 થઇ ગયો. ઝારખંડમાં 40થી 50 અને ઉત્તર પ્રદેશમાં 42થી 49 ટકાની લગભગ વોટ શેર વધ્યો.

કર્ણાટકમાં ગઇ વખતે 43 ટકા મળ્યા હતા, જે આ વખતે 51 ટકાથી વધુ છે. દિલ્હીમાં 32થી વધીને વોટ શેર 56થી વધુ થઇ ગયો. છત્તીસગઢમાં 32.97થી વોટ શેર 50.07 થઇ ગયો. હિમાચલ પ્રદેશમાં 53થી વધીને 69, મધ્ય પ્રદેશમાં 41થી વધીને 57, રાજસ્થાનમાં 38થી વધીને 58 અને ઉત્તરાખંડમાં 46થી વધીને 60 ટકા પણ વધુ વોટ શેર થઇ ગયો. નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં વોટ શેર 49.05 ટકાથી વધીને 62.21 થઇ ગયો.
First published: May 24, 2019, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading