ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચારસંહિતાના ભંગના કેટલાક કથિત મામલાઓમાં ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી નહિ કરવામાં આવી રહી હોવા અંગેની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી ફરિયાદ અંગે કોર્ટ તાત્કાલિક સુનાવણી કરવા તૈયાર થઇ ગયું છે.
વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કથિતરૂપે થયેલી આચારસંહિતા ભંગ મામલે થયેલા કેસ અંગે પંચ કોઈ કાર્યવાહી ન કરતું હોવા અંગેની ફરિયાદ કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં આ અરજી કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે અંગેની સુનાવણી 30મી એપ્રિલના રોજ થશે.
#Congress MP @sushmitadevmp has moved the #SupremeCourt against alleged inaction by the Election Commission on complaints against #PM Modi & Amit Shah. Dev claims the duo used armed forces for political propaganda but EC didn't pay heed to various complaints | @News18Courtroom
આ અરજીમાં કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવ દ્વારા પીએમ મોદી અને અમિત શાહ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ તેમના ચૂંટણી વક્તવ્યોમાં સશસ્ત્ર દળોના નામે મતદારોને મત આપવાની અપીલ કરીને આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર