Home /News /national-international /

પરિણામ જાહેર થયા પહેલા માયાવતીએ વ્યક્ત એક ઈચ્છા!

પરિણામ જાહેર થયા પહેલા માયાવતીએ વ્યક્ત એક ઈચ્છા!

માયાવતી

માયાવતીની ઈચ્છા છે કે બીજેપીને રોકવા માટે એક ફ્રંન્ટ બનાવવામાં આવે, જેમાં તમામ વિપક્ષની પાર્ટીઓ સામેલ હોય.

  ન્યૂઝ18 ગુજરાતી : ચૂંટણી પરિણામના બરાબર એક દિવસ પહેલા બસપા (બહુજન સમાજ પાર્ટી)ના સુપ્રીમો માયાવતી (Mayawati)એ ફરી એકવાર વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીને દિલ્હીથી દૂર રાખવા માટે બની રહેલા મહાગઠબંધનના નેતાઓ સાથે વાતચીત દરમિયાન માયાવતીએ આવી ઈચ્છા જાહેર કરી છે.

  એક અંગ્રેજી સમાચાર ચેનલે સૂત્રોના હવાલેથી જણાવ્યું કે વિપક્ષના એક સીનિયર નેતાને માયાવતીએ આવી ઇચ્છા જાહેર કરી છે. માયાવતીની ઈચ્છા છે કે બીજેપીને રોકવા માટે એક ફ્રંન્ટ બનાવવામાં આવે, જેમાં તમામ વિપક્ષની પાર્ટીઓ સામેલ હોય. આ માટે ચંદ્રબાબૂ નાયડૂ અને એનસીપી પ્રમુખ શરદ પવાર સતત પ્રયાસમાં લાગ્યા છે.

  નોંધનીય છે કે આ વખતે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11મી એપ્રિલના રોજ શરૂ થયું હતું, જ્યારે અંતિમ મતદાન 19 મેના રોજ થયું હતું. 23મી મેના રોજ મતગણતરી થઈ રહી છે. મતદાનને લઈને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગૃહમંત્રાલયે દરેક રાજ્યને એલર્ટ કર્યા છે.

  PM પદ માટે હું સૌથી યોગ્ય દાવેદાર : માયાવતી

  ચૂંટણીના પરિણામ પહેલા ગત અઠવાડિયે બસપાના સુપ્રીમો માયાવતીએ દાવો કર્યો હતો કે તેણી વડાંપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. એક નિવેદનમાં માયાવતીએ કહ્યું કે, "જ્યાં સુધી વિકાસની વાત છે, બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશની સૂરત બદલી નાખી છે. તેના આધારે કહી શકાય કે લોકોના કલ્યાણ અને દેશના વિકાસને જોતા બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાંપ્રધાન બનવા માટે ફિટ છે, જ્યારે નરેન્દ્ર મોદી અનફિટ છે."

  પોતાની સિદ્ધિઓ વર્ણવતાં માયાવતીએ કહ્યું કે, ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી રહેતા તેમની છબિ એકદમ સ્વચ્છ છે. સાથે જ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખતા લોકોના હિતમાં કામો કર્યા છે.

  નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે વડાપ્રધાન પદ માટે વિપક્ષના ત્રણ નામનું સમર્થન કર્યું હતું. જેમાં માયાવતીનું નામ પણ સામેલ હતું. આ ઉપરાંત ગત દિવસોમાં અખિલેશ યાદવે પણ માયાવતીને પીએમ પદના દાવેદાર ગણાવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: ElectionsWithNews18, Lok sabha election 2019, Mayawati, Verdict2019WithNews18

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन