ANALYSIS: આ છે મોદીની પોતાની વોટ બેંક!

News18 Gujarati
Updated: May 24, 2019, 4:18 PM IST
ANALYSIS: આ છે મોદીની પોતાની વોટ બેંક!
નરેન્દ્ર મોદી

13 રાજ્યો છે જ્યાં બીજેપીએ 50 ટકાથી વધારે વોટ મેળવ્યા છે, તેમાં કેટલાક રાજ્યોમાં તો બીજેપીને 60 ટકાથી વધારે વોટ મળ્યા.

  • Share this:
અનિલ રાય

દેશની રાજનીતિમાં 2019ની લોકસભા ચૂંટણીએ ઘણું બધુ બદલી દીધુ છે. પહેલી વખત કોઈ ગેર કોંગ્રેસી દલ સલંગ બે વખત સ્પષ્ટ બહુમત સાથે જીત્યો છે, આ ચૂંટણીમાં બીજેપીના પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નારા 'અબકી બાર 300 કે પાર'નો ચરિતાર્થ કરતા 303નો આંકડો પહોંચી ગયો. જીત પાછળ અસલી મેઝિક શું છે, તેને સમજવા માટે લોકસભા ચૂંટણીમાં તમામ દળોના પ્રચારને સમજવો પડશે.

દેશની ચૂંટણીમાં વિરોધી દળોના નેતાઓનું ભાષણ જોઈએ તો, તેમનો હુમલો માત્ર પ્રધાનમંત્રી મોદી પર હતો અને આ હુમલો એટલો તેજ હતો કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો ચોકીદાર ચોર હૈનો નારો આપી દીધો. એવામાં દેશના મતદાતાઓની સામે માત્ર એક મુદ્દો હતો મોદીની સાથે કે મોદીની વિરુદ્દ. આ લડાઈ બાદ દેશમાં એક મોટી વોટ બેન્ક ઉભરી આવી અને તે વોટ બેન્ક હતી મોદીની. સામાન્ય રીતે મતદાતા કોઈ પાર્ટી સાથે હોય છે અથવા કોઈ પાર્ટી વિરુદ્ધ પરંતુ પહેલી વખત દેશનો મતદાતા મોદીની સાથે હતો.

15 રાજ્યોમાં 50 ટકાથી વધારે વોટ
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, અરૂણાચલ પ્રદેશ અને ચંદીગઢ આ 13 રાજ્યો છે જ્યાં બીજેપીએ 50 ટકાથી વધારે વોટ મેળવ્યા છે, તેમાં કેટલાક રાજ્યોમાં તો બીજેપીને 60 ટકાથી વધારે વોટ મળ્યા. જો ગઠબંધનના તમામ સાથીઓના વોટ શેર જોડીએ તો મહારાષ્ટ્ર અને બિહારમાં પણ આ આંકડો 50 ટકાને પાર જાય છે. આ રાજ્યોમાં લોકસભા સીટોની સંખ્યા જોઈએ તો, તે 329 થાય છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો પણ જ્યાં 30 ટકાથી વધારે વસ્તી મુસ્લીમોની છે ત્યાં પણ બીજેપીને 40 ટકાથી વધારે વોટ અને 42માંથી 18 સીટો મળી. ઓડિશામાં પણ બીજેપી 38 ટકા વોટ મેળવવામાં સફળ રહી.

દેશના બે રાજ્યો આંધ્રપ્રદેશ અને તામિલનાડુને છોડી દઈએ તો, બીજેપી બાકી રાજ્યોમાં પણ 10 ટકાથી વધારે વોટ બેન્ક મેળવવામાં સફળ રહ્યું છે. એટલે કે, જે પાર્ટી 282 સીટો મેળવ્યા બાદ પણ 2014માં પૂરા દેશની પાર્ટી માનવામાં નહોતી આવતી તે પાર્ટી 2019માં 303 સીટો સાથે પૂરા દેશની પાર્ટી બની ગઈ છે. સ્પષ્ટ છે કે, આ ચૂંટણીમાં જાતી, ધર્મ અને વિસ્તારવાદ તોડીને એક નવો વોટર પેદા થયો છે અને તે વોટર છે મોદીનો વોટર.બ્રાંડ મોદીએ જાતિ ધર્મની દિવાલ તોડી વરિષ્ઠ પત્રકાર અંબિકાનંદ સહાયનું માનીએ તો, દેશમાં મોદી વોટર આ ચૂંટણીમાં ખુબ તેજીથી આગળ વધી છે, એવા લોકએ આ ચૂંટણીમાં બીજેપીને મત આપ્યો જેમને પોતાના ઉમેદવારનું નામ સુધી ખબર ન હતું. તેમણે માત્ર મોદીના નામ પર વોટ આપ્યો અને તેમાં યુવા અને પહેલી વખત મતદાતા બનેલા મતદાતાઓની સંખ્યા સૌથી વધારે હતી. સહાય કહે છે કે, 'વર્તમાન રાજનીતિમાં મોદી ઈઝ ઓનલી હિમેન'.

અંબિકાનંદ સહાયનું માનીએ તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કેટલાએ ભાષણોમાં પોતાની જાતીનો ઉલ્લેખ કરી બીજેપીને તે પડકારમાંથી આગળ લાવી દીધો જ્યાં તે બ્રાહ્મણ અને વાણીયાની પાર્ટી માનવામાં આવતી હતી હવે બીજેપીદરેક વર્ગ અને જાતીની પાર્ટી છે. એટલું જ નહી, ત્રણ તલાક જેવા સામાજિક કુરિવાજને ખતમ કરી અલ્પસંખ્યક વોટનો એક ભાગ પણ પોતાના નામે કરી દીધો. મોદી મેઝિકની જ અસર છે કે, તમામ જાતીગત પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યા બાદ પણ તેમની જાતિના વોટ મોદી વિરોધીઓને ન મળ્યા પરંતુ તે વોટ મોદીના નામ પર બીજેપીની સાથે આવ્યો.
First published: May 24, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading