ન્યૂઝ 18 ગુજરાતી : ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉમેદવારી સામે નોંધાયેલી વાંધા અરજીઓને ચૂંટણી અધિકારીએ નકારી દીધી છે
અમેઠીમાં ચાર વ્યક્તિએ રાહુલ ગાંધીની ઉમેદવારી સામે વાંધો નોંધાવ્યો હતો અપીલકર્તાઓની દલીલ હતી કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. 37 અમેઠી લોકસભાના રિટર્નિંગ ઑફિસર ડૉ. રામ મનોહર મિશ્રએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રકની ચકાસણી કરી હતી અને તમામ પુરાવા અને બિડાણોની તપાસ કર્યા બાદ કશુ પણ વાંધાજનક મળ્યું નહોતું. અગાઉ ચૂંટણી અધિકારી દ્વારા આ તપાસ કરીને શનિવારે જાહેરાત કરવાનું જાહેર કરાયું હતું જોકે, આજે બપોરે તેમણે જાહેરાત કરી છે.
અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ ચાર વ્યક્તિએ વાંધા અરજી નોંધાવી હતી જેમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે અને જનપ્રતિનિધી અધિનિયમ 1951 મુજબ કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં ચૂંટણી લડવાનો અધિકારી નધથી. અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલ સહિતના ચાર વ્યક્તિનો દાવો હતો કે રાહુલ ગાંધીના પાસપોર્ટ પર રાઉલ વીન્સી નામ છે. ચૂંટણી પંચે આ અંગે રાહુલ ગાંધીના પ્રતિનિધિને સોમવારે સવારે 10.30 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવાનો સમય આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર