રાહુલે મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- તમામ લોકો 'ચોકીદાર' નહીં, 'ચોર' પણ છે

News18 Gujarati
Updated: March 29, 2019, 3:31 PM IST
રાહુલે મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- તમામ લોકો 'ચોકીદાર' નહીં, 'ચોર' પણ છે
રાહુલ ગાંધી (પીટીઆઈ તસવીર)

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, વડાપ્રધાને ન્યાય માત્ર અમીરોને આપ્યો છે જ્યારે કોંગ્રેસ ગરીબોને ન્યાય આપશે

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરિયાણાના યમુનાનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી. પોતાના ભાષણમાં તેઓએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાને ન્યાય માત્ર અમીરોને આપ્યો છે જ્યારે કોંગ્રેસ ગરીબોને ન્યાય આપશે. ન્યાય યોજનાએ પીએમને હલાવી દીધા છે.

બીજેપીના 'મેં ભી ચોકીદાર' કેમ્પેન પર હુમલો કરતાં રાહુલે કહ્યું કે, 2014માં કહેતા હતા મને વડાપ્રધાન ન બનાવો, મને ચોકીદાર બનાવો હવે કહે છે કે બધા ચોકીદાર છે. હિન્દુસ્તાનના બધા ચોકીદાર ઈમાનદાર છે. તમામ લોકો 'ચોકીદાર' નહીં, કેટલાક 'ચોર' પણ છે.

આ પણ વાંચો, આ લોકસભા ચૂંટણીમાં મારી સામે કોઈ નથી, 2024માં જોયું જશે: PM મોદી

રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, નફરત ફેલાયા વગર તેઓ બીજું કંઈ કહી નથી શકતા. વડાપ્રધાને 15 લોકોના સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફીની વાત આવે છે તો કહે છે કે અમારી પોલિસી નથી. વીમાની પોલિસી બનાવે છે તો વગર પૂછે આપના એકાઉન્ટથી પૈસા ઉપાડી લે છે.

જીએસટીને લઈને પીએમ મોદી પર નિશાન સાધતાં રાહુલે કહ્યું કે, હવે દરેક વેપારી કહે છે કે ઊંઘી જાઓ નહીં તો ગબ્બરસિંહ આવી જશે. કોંગ્રેસ પાર્ટી આપને એક ટેક્સ આપી દેશે.

આ પણ વાંચો, પ્રિયંકા ગાંધીએ ચૂંટણી રેલીમાં લોકોને પૂછ્યું- શું તમારા ખાતામાં રૂ. 15 લાખ આવ્યા? 
First published: March 29, 2019, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading