Home /News /national-international /સપા-રાલોદ-બસપાને PM મોદીએ ગણાવ્યું 'સરાબ', કહ્યું- આ સ્વાસ્થ્ય માટે હાનિકારક

સપા-રાલોદ-બસપાને PM મોદીએ ગણાવ્યું 'સરાબ', કહ્યું- આ સ્વાસ્થ્ય માટે હાનિકારક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

મોદીનો રાહુલ પર વળતો હુમલો: 'કેટલાક લોકો A-SATને થિયેટરનો સેટ સમજ્યા'

    ઉત્તર પ્રદેશના મેરઠથી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે હું મારા 5 વર્ષનો હિસાબ આપીશ અને 60 વર્ષવાળાઓ પણ હિસાબ લઈશ. પીએમ મોદીએ કહ્યું કે, સપાના 'સ', રાલોદના 'રા' અને બસપાના 'બ'થી બચો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વિરોધી પાર્ટી મારી પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. હું દેશવાસીઓને પૂછવા માંગું છું કે આપણે 'સબૂત' (પુરાવા) જોઈએ કે સપૂત. મારા દેશના સપૂત જ મારા દેશના સૌથી મોટા પુરાવા છે. જે પુરાવા માંગે છે, તે સપૂતને લલકારે છે.

    PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર વળતો હુમલો કરતાં કહ્યું કે, કોઈ થિયેટરમાં નાટક જોવા જાય છે તો ત્યાં શું જોવા મળે છે? ત્યાં સેટ શબ્દ ખૂબ જ કોમન હોય છે. આ શબ્દ ત્યાં વારંવાર ઉપયોગમાં લેવાય છે. લોકો એવામાં જ્યારે મેં A-SATની વાત કરતો હતો, તો કન્ફ્યૂજન થઈ ગયું. તેઓ સમજ્યા કે હું થિયેટરના સેટની વાત કરું છું. હવે આવા બુદ્ધિમાન લોકો પર રડીએ કે હસીએ. જેમને થિયેટરનો સેટ અને અંતરિક્ષ સાથે જોડાયેલા એન્ટી સેટલાઇટ A-SATની સમજ નથી.

    તેઓએ કહ્યું કે ચોકીદાર અન્યાય નથી કરતો, હિસાબ થશે, સૌનો હિસાબ થશે. વડાપ્રધાને કહ્યું કે, જમીન-આકાશ અને અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ આપના આ ચોકીદારે કરી બતાવ્યું છે.

    વડાપ્રધાને કહ્યું કે, આવનારા દિવસોમાં એવા લોકોએ જવાબ આપવો પડશેક જૂની સરકારો નિષ્ફળ કેમ રહી. આજે એક તરફ વિકાસનો પ્લાન છે તો બીજી તરફ ન નીતિ છે ન નીયત છે. એક તરફ નિર્ણય લેનારી સરકાર છે તો બીજી તરફ નિર્ણય ટાળવાનો ઈતિહાસ ઉપલબ્ધ છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠની રેલીમાં કહ્યું કે ભારતના લોકો મન બનાવી ચૂક્યા છે કે ફરી એકવાર અમારી સરકાર બનવા જઈ રહી છે. પીએમે કહ્યું કે અહીંથી અભિયાન શરૂ કરવાનું પણ એક કારણ છે, આ ચૂંટણી એક નવા સપનાને પૂરું કરવાનું છે, એ જ સપનું જે 1857માં અહીંથી શરૂ થયું હતું. વડાપ્રધાને અહીં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી.

    લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓનું ખાસ ફોકસ ઉત્તર પ્રદેશ છે. તેને ધ્યાને લઈ પીએમ મોદી 28 અને 29 માર્ચે 6 રાજ્યોના પ્રવાસ કરશે. પીએમ મોદીએ મેરઠથી પહેલા ચરણના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ એ જ શહેર છે, જેને પીએમ મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રચાર માટે પસંદ કર્યું હતું. મેરઠ બાદ પીએમ મોદી ઉત્તરાખંડના રુદ્રપુરમાં અને જમ્મુમાં રેલીને સંબોધિત કરશે. લોકસભા ચૂંટણીની પહેલા ચરણનું મતદાન 11 એપ્રિલે થવાનું છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભાજપ

    विज्ञापन
    विज्ञापन